T20 World Cup 2024: ICC T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં માત્ર થોડા જ દિવસો બચ્યા છે. ભારતીય સમય અનુસાર 1 જૂનથી ICC T20 વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે. તેને લઈને તમામ ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે. પાકિસ્તાનની ટીમ સિવાય અન્ય તમામ ટીમોએ પોતાની ટીમો જાહેર કરી છે. ભારતીય ટીમે પણ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ICC ODI વર્લ્ડ કપ 2023માં થયેલી ભૂલ ફરીથી ન થાય તે માટે ભારતીય ટીમ પૂરી કોશિશ કરશે. આ કડીમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન ક્રિકેટ ફેન્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્માએ કહ્યું કે મને પાકિસ્તાની ફેન્સ ખૂબ પસંદ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ IPLમાં ખરાબ પ્રદર્શન બાદ MIના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા Nita Ambani, રોહિત-હાર્દિકનું નામ લઈને શું બોલ્યા?
રોહિત શર્માએ પાકિસ્તાની ફેન્સ વિશે શું કહ્યું?
રોહિત શર્માએ DubaiEye નામની ચેનલ પર વાત કરતા આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મને પાકિસ્તાની ફેન્સ ખૂબ પસંદ છે. પાકિસ્તાની ફેન્સ ક્રિકેટના ખૂબ જ દિવાના છે. તેઓ ભારતીય ક્રિકેટરોને પણ ખૂબ પ્રેમ કરે છે. જ્યારે અમે યુકેમાં રમવા માટે જઈએ છીએ, ત્યારે પાકિસ્તાની ચાહકો આવે છે અને અમને જણાવે છે કે તેઓ ભારતીય ક્રિકેટરોને કેટલા પસંદ કરે છે. અમને પાકિસ્તાની ફેન્સ તરફથી પણ ઘણો પ્રેમ મળે છે.
રોહિત શર્માનો વીડિયો થયો વાયરલ
રોહિત શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની વાત થાય છે ત્યારે દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર હોય છે. આ બંને દેશોની વચ્ચેની મેચને સૌથી વધુ હાઈ વોલ્ટેજ માનવામાં આવે છે. બંને દેશોના ફેન્સ પણ તેમની ટીમને ખૂબ સપોર્ટ કરે છે.
આ પણ વાંચોઃ IPL 2024: કોહલીનું 16 વર્ષ જૂનું સપનું થશે સાકાર! ત્રણ એવી બાબત જે RCB ને જીતડશે ટાઇટલ
9 જૂને રમાશે ભારત-પાકિસ્તાનની મેચ
ICC T20 વર્લ્ડ કપ 2024ની ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 9 જૂને રમાશે. આ મેચ USAમાં રમાશે. આને લઈને ક્રિકેટ ફેન્સમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ICC ODI વર્લ્ડ કપ 2023 બાદ બાબર આઝમથી કેપ્ટનશિપ લઈને શાહીન આફ્રિદીના હાથમાં ટીમની કમાન સોંપવામાં આવી હતી. પરંતુ હવે T20 વર્લ્ડ કપ પહેલા ફરી એકવાર બાબર આઝમને કેપ્ટન્સી સોંપવામાં આવી છે. ભારત પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે જ્યારે બીજી મેચ 9 મેના રોજ પાકિસ્તાન સામે રમશે.
ADVERTISEMENT
