Hardik Pandya ટ્રોલર્સના કારણે ડિપ્રેશનમાં? MI ના નવા કેપ્ટનને લઈ પૂર્વ ક્રિકેટરનો મોટો ખુલાસો

Gujarat Tak

21 Apr 2024 (अपडेटेड: Apr 21 2024 4:38 PM)

હાર્દિક પંડ્યા એવો ખેલાડી છે જેની ચાહકો IPL 2024ની શરૂઆતથી સતત ટીકા કરી રહ્યા છે. જોકે હાર્દિક પંડ્યાએ આ અંગે ખુલીને કંઈ કહ્યું નથી, પરંતુ તે પ્રેશરમાં છે. પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ એક પોડકાસ્ટમાં હાર્દિક પંડ્યાની આ સમસ્યા વિશે વાત કરી હતી.

 Hardik Pandya

હાર્દિકના માનસિક સ્વાસ્થ્ય પર અસર!

follow google news

Hardik Pandya: હાર્દિક પંડ્યા એવો ખેલાડી છે જેની ચાહકો IPL 2024ની શરૂઆતથી સતત ટીકા કરી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે રોહિત શર્માને બદલવાનો નિર્ણય મોટાભાગના ચાહકોને પસંદ આવ્યો ન હતો. જ્યારે પણ તે ટોસ માટે મેદાન પર આવે છે અથવા કંઈક કરે છે, ત્યારે સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો તેની ટીકા કરતાં જોવા મળે છે. આવું તેમના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં અનેક વાર જોવા મળ્યું હતું. જોકે હાર્દિક પંડ્યાએ આ અંગે ખુલીને કંઈ કહ્યું નથી, પરંતુ તે પ્રેશરમાં છે. આ IPL માં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી ન હતી, જેના કારણે તેની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

આ પણ વાંચો

હાર્દિકના માનસિક સ્વાસ્થ્ય પર અસર!

પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ એક પોડકાસ્ટમાં હાર્દિક પંડ્યાની આ સમસ્યા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, તેને જે ટીમે લોન્ચ કર્યો હતો તેણે તેને છોડી દીધો, તે બીજી ફ્રેન્ચાઈઝીમાં જતો રહ્યો. તેની (મુંબઈ) સાથે 2-4 ખિતાબ જીત્યા બાદ ત્યાંથી પણ જતો રહ્યો. ત્યારબાદ તે ગુજરાત ટાઈટન્સમાં ગયો, ત્યાં એક ખિતાબ જીત્યો અને બીજામાં રનર-અપ રહ્યો હતો. ત્યારબાદથી આ વાત શરૂ થઈ.

રોબિન ઉથપ્પા હાર્દિકના સમર્થનમાં કહી આ વાત

રોબિન ઉથપ્પાએ આગળ કહ્યું, 'તેની મજાક ઉડાવી, તેને ટ્રોલ કરવો, તેની ફિટનેસ વિશે મીમ્સ બનાવવા, શું તમને નથી લાગતું કે તેનાથી તેને દુઃખ થાય? આ પ્રકારની વસ્તુઓ કોઈપણ વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે. હાર્દિક ચોક્કસપણે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. હું સમજું છું કે આપણે ભારતીયો લાગણીશીલ છીએ. પરંતુ કોઈપણ મનુષ્ય સાથે આવું વર્તન કરવું યોગ્ય નથી. આપણે કોઈની સાથે આવું કરીએ અને તેને ઠીક માનીએ એ સમાજ તરીકે આપણા માટે સારું નથી. આપણે તેની મજાક ઉડાવવી અને વાયરલ મીમ્સને વધુ વાયરલ કરવા તે યોગ્ય વાત નથી.ઉથપ્પાએ વધુમાં કહ્યું કે ઓલરાઉન્ડર પોતાની કારકિર્દીને સુરક્ષિત કરવા માટે યોગ્ય છે.

IPL 2024: RCB આટલા વર્ષોથી કેમ નથી જીતી શકતી IPL ટ્રોફી? પૂર્વ ક્રિકેટરે આપ્યો 'જીતનો ગુરુમંત્ર'

આપણે ભારતીય તરીકે વર્તન કરવું જોઈએ

વધુમાં તેમણે કહ્યું કે, હા, એક દેશ તરીકે આપણે જે સૌથી સુંદર વસ્તુ કરી તે હતી વર્લ્ડ કપ હાર્યા બાદ પોતાની ટીમને સપોર્ટ કર્યો હતો. કોર્પોરેટ કંપનીમાં કામ કરતી વ્યક્તિનું કામ નથી કે ટીવી પર તેની ટીકા કરવી કે તેની કામગીરી અંગે અભિપ્રાય આપવામાં આવે. આવી સ્થિતિમાં, આપણે સામેની વ્યક્તિ સાથે થોડી સહાનુભૂતિ અને આદર સાથે વ્યવહાર કરવો જોઈએ. નિષ્ફળતા પણ રમતનો એક ભાગ છે. આપણે એક સમાજ તરીકે અને ભારતીય તરીકે વર્તન કરવું જોઈએ.

    follow whatsapp