ED Raid: આ IPL ટીમ સાથે જોડાયેલી ઓફિસ પર EDના દરોડા પડ્યા, FEMAના ઉલ્લંઘનનો છે મામલો

Yogesh Gajjar

• 07:58 AM • 01 Feb 2024

ચેન્નઈમાં ઈન્ડિયા સિમેન્ટ્સના પરિસરમાં EDના દરોડા પડ્યા. આ સમગ્ર સર્ચ ઓપરેશન કથિત FEMA ઉલ્લંઘનના સંબંધમાં છે. ઈન્ડિયા સિમેન્ટ્સના માલિક એન. શ્રીનિવાસન CSKની માલિકી ધરાવે છે.…

ED raid on india cements

ED raid on india cements

follow google news
  • ચેન્નઈમાં ઈન્ડિયા સિમેન્ટ્સના પરિસરમાં EDના દરોડા પડ્યા.
  • આ સમગ્ર સર્ચ ઓપરેશન કથિત FEMA ઉલ્લંઘનના સંબંધમાં છે.
  • ઈન્ડિયા સિમેન્ટ્સના માલિક એન. શ્રીનિવાસન CSKની માલિકી ધરાવે છે.

Enforcement Directorate Raid India Cements: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે ​​(1 ફેબ્રુઆરી) ચેન્નાઈમાં ઈન્ડિયા સિમેન્ટના પરિસરમાં સર્ચ કર્યું હતું. આ સમગ્ર સર્ચ ઓપરેશન કથિત FEMA ઉલ્લંઘનના સંબંધમાં છે. ઈન્ડિયા સિમેન્ટ્સનું નેતૃત્વ BCCIના ભૂતપૂર્વ પ્રમુખ એન. શ્રીનિવાસન કરે છે. ઈન્ડિયા સિમેન્ટના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો

જો કે ED કેવા પ્રકારની તપાસ કરવા આવી છે તે અંગે હજુ વધુ માહિતી બહાર આવી નથી. આને લગતા અપડેટ્સની રાહ જોવાઈ રહી છે.

CSKમાં હિસ્સો ધરાવે છે

ઈન્ડિયા સિમેન્ટ્સ કંપની IPLની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની માલિકી ધરાવે છે. શ્રીનિવાસન અને તેમનો પરિવાર IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સમાં 28.14 ટકા હિસ્સો ધરાવે છે. શ્રીનિવાસન અને તેમની પુત્રી રૂપા ગયા વર્ષે જ CSK ટીમના માલિક તરીકે પરત ફર્યા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સની ફ્રેન્ચાઈઝી ઈન્ડિયા સિમેન્ટ લિમિટેડ પાસે છે. 2008માં ઈન્ડિયા સિમેન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ ખરીદી હતી.

2008માં શ્રીનિવાસે CSK ટીમ ખરીદી હતી

આ સિમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર એન શ્રીનિવાસન ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક છે. એન શ્રીનિવાસન ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. એન શ્રીનિવાસને 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સ $91 મિલિયનમાં ખરીદી હતી.

    follow whatsapp