Photos : મોહમ્મદ શમીએ કપાવ્યા 1 લાખ રૂપિયાના વાળ? કમબેક પહેલા જુઓ 'કિલર લુક'

મોહમ્મદ શમી લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. પરંતુ હવે તેઓ કમબેક માટે તૈયાર છે. શમી હાલમાં જ નવા લુકમાં જોવા મળ્યો હતો. તેણે આલિમ હકીમ પાસેથી વાળ કપાવ્યા છે.

મોહમ્મદ શમી

Mohammad Shami New Look

follow google news

Mohammad Shami New Look : મોહમ્મદ શમી લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. પરંતુ હવે તેઓ કમબેક માટે તૈયાર છે. શમી હાલમાં જ નવા લુકમાં જોવા મળ્યો હતો. તેણે આલિમ હકીમ પાસેથી વાળ કપાવ્યા છે. શમી પહેલા આલિમે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીના વાળ પણ કાપ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, તેઓ એક સેશન માટે લગભગ 1 લાખ રૂપિયા ચાર્જ કરે છે. શમીએ નવા વાળ કાપ્યા બાદ સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર કરી છે. તેના ફોટા પર ઘણા ફેન્સે કોમેન્ટ પણ કરી છે.

આલિમ હકીમને દેશના મહાન સ્ટાઈલિશ માનવામાં આવે છે. શમી તેની પાસે વાળ કાપવા આવ્યો હતો. શમીએ તેના વાળ કપાવી લીધા છે. આ ફોટો તેણે ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે. શમીએ કેપ્શનમાં લખ્યું છે કે, "ન્યૂ લુક, સેમ હસલ." સમાચાર લખ્યા ત્યાં સુધી તેની તસવીરોને 7 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. ઘણા ચાહકોએ કોમેન્ટ પણ કરી છે.

આલિમ હકીમે ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓને સ્ટાઈલ આપી છે. બ્રુટ ઈન્ડિયા સાથે વાત કરતા તેણે જણાવ્યું કે તે એક સેશન માટે લગભગ 1 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આલિમ વિરાટ કોહલીના હેરકટ બાદ ચર્ચામાં આવ્યો હતો. આ પછી યુવરાજ સિંહ, સૂર્યકુમાર યાદવ, બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી, રણવીર સિંહ, વિકી કૌશલ અને હાર્દિક પંડ્યા સહિત ઘણા લોકો તેની પાસે પહોંચ્યા છે.

    follow whatsapp