Asian Games 2023: એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતની શરૂઆત શાનદાર રહી હતી. ભારતે તેનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં, ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંશ પાટીલ અને દિવ્યાંશ પંવારની ત્રિપુટીએ ગોલ્ડ જીત્યો, તો રોઈંગમાં પણ પુરુષોની ચાર ટીમે ભારત માટે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ભારતે અત્યાર સુધીમાં સાત મેડલ જીત્યા છે.
ADVERTISEMENT
ભારતે પહેલા દિવસે પાંચ મેડલ જીત્યા હતા. પહેલો મેડલ શૂટિંગમાં આવ્યો હતો – જ્યારે મેહુલી ઘોષ, આશી ચૌકસી અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. ત્યારબાદ રોઈંગમાં પણ ભારતે બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બાદમાં રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો.
ભારતે અત્યાર સુધીમાં સાત મેડલ જીત્યા
- મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદાલ – 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર
- અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર
- બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ – (રોઇંગ): બ્રોન્ઝ
- મેન્સ કોક્સેડ 8 ટીમ – (રોઇંગ): સિલ્વર
- રમિતા જિંદલ – મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
- ઐશ્વર્યા તોમર, રૂદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ
- આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર – મેન્સ કોક્સલેસ 4 (રોઈંગ): બ્રોન્ઝ
શૂટિંગમાં ભારતને ગોલ્ડ મળ્યો
19મી એશિયન ગેમ્સમાં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંશ પાટીલ અને દિવ્યાંશ પંવારની ત્રિપુટીએ પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં આ ગોલ્ડ જીત્યો હતો. ત્રણેય ખેલાડીઓએ વ્યક્તિગત ક્વોલિફિકેશન રાઉન્ડમાં કુલ 1893.7 પોઈન્ટ મેળવ્યા હતા. આ સાથે આ ત્રણેયે બાકુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીન દ્વારા બનાવેલા વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ગોલ્ડની આશા
એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતીય ખેલાડીઓ પાસેથી મજબૂત પ્રદર્શનની અપેક્ષા છે. મહિલા ક્રિકેટની ફાઇનલમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે. આ મેચ સવારે 11.30 વાગ્યાથી રમાશે. ભારતે બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જો ભારત આ મેચ જીતે છે તો તે ગોલ્ડ મેડલ જીતનારી ટીમ બની જશે.
ADVERTISEMENT
