Shani Rituals: હિન્દુ ધર્મમાં તમામ ગ્રહોનું ઘણું મહત્વ છે. જેમાં શનિદેવ કર્મફળના દાતા છે. તેઓ વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. તેઓ કોઈપણ સંજોગોમાં જૂઠ, લોભી, ભ્રષ્ટ, દુષ્ટ અને જુલમ કરનારાઓને છોડતા નથી. જેમના પર તેઓ પોતાના આશીર્વાદ વરસાવે છે, તે વ્યક્તિ રંકથી રાજા બની જાય છે. તો જેમના પર તેઓ ગુસ્સે થઈ જાય છે, તેમની જિંદગી તહેશનહેશ થઈ જાય છે, તેમને કરોડપતિમાંથી કંગાળ થવામાં સમય લાગતો નથી. ચાલો જાણીએ કયા કામ કરવાથી શનિદેવ નારાજ થઈ જાય છે અને ક્રોધિત થઈને પોતાનું શનિ ચક્ર શરૂ કરે છે.
ADVERTISEMENT
શનિદેવ ક્યારે થાય છે ક્રોધિત?
ધાર્મિક ગ્રંથો અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિ અન્યાય અને અનૈતિક કામ કરે છે ત્યારે શનિદેવ ક્રિધિત થઈ જાય છે અને પોતાનું ચક્ર શરૂ કરી દે છે. કોઈ અન્ય સ્ત્રી પર નજર રાખવી, વ્યાજખોરીનું કામ કરવું, દારૂ પીવો અને માદક દ્રવ્યોનું સેવન કરવું, નબળા વ્યક્તિઓ અને ગરીબોને ત્રાસ આપવો, નિર્દોષ પ્રાણીઓની હત્યા કરવી, દેવતાઓનું અપમાન કરવું વગેરે શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક ઘૃણાસ્પદ કૃત્યો છે, જેનાથી શનિદેવ ગુસ્સે થઈ જાય છે.
ભૂલથી પણ ન કરતા આ કામ
- ક્યારેય સાચા અને સારા દિલવાળા લોકોને હેરાન કરશો નહીં અને તેમનું શોષણ કરશો નહીં.
- ક્યારે જૂઠુ બોલીને કોઈ વ્યક્તિને ફસાવવાનું કામ ન કરો.
- વડીલોનું સન્માન ન કરનારા લોકોથી પણ શનિદેવ જલદી નારાજ થઈ જાય છે. મન, વચન, કર્મ અને વિચારથી પણ કોઈ વડીલોનું અપમાન ન કરો.
- તમારા કામથી વિમુખ ન થાઓ અને અપ્રમાણિકતાથી બચો.
આ ઉપાયો કરો
- શનિદેવના આશીર્વાદ સાથે જીવનમાં સાદગી અને સાત્વિકતા મેળવવા માટે શનિવારે શનિદેવની પૂજા કરો. તેમને સરસવનું તેલ અર્પિત કરો. શનિ ચાલીસાના પાઠ કરો.
- શનિવારે વ્રત રાખો અને ગરીબ અને અસહાય લોકોને કાળા વસ્ત્ર, તલ અને ચંપલ દાન કરો.
- શનિચર વ્રત કરો, જે 16 શનિવાર સુધી રાખવામાં આવે છે. આ દિવસે પીપળ અને શમીના વૃક્ષની પૂજા કરો. અડદની ખીચડી વહેંચો. દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરો.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક ગ્રંથોની માન્યતાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ નથી કરતા.
ADVERTISEMENT
