Sawan 2024: દેવાધિદેવ મહાદેવનો પ્રિય માસ શ્રાવણ મહિનાનો પ્રારંભ 5 ઓગસ્ટના રોજ થવાનો છે. આ વખતનો શ્રાવણ માસ ખૂબ જ ખાસ છે. આ વર્ષે ગ્રહો અને નક્ષત્રો વચ્ચે ખાસ સંયોગ થઈ રહ્યો છે, જે મહિનાને ખૂબ જ શુભ બનાવી રહ્યો છે. વૈદિક કેલેન્ડર મુજબ આ વખતે સાવન મહિનામાં ચાર શુભ સંયોગ બની રહ્યા છે. લગભગ 72 વર્ષ પછી શ્રાવણ માસમાં આ અદ્ભુત સંયોગ જોવા મળી રહ્યો છે. આ વખતે શ્રાવણ માસમાં 5 સોમવાર છે. આ પવિત્ર માસમાં શુક્રાદિત્ય યોગ, બુધાદિત્ય યોગ, નવપંચમ યોગ, ગજકેસરી યોગ, કુબેર યોગ, શશ યોગ રચાશે. જેનાથી ચાર રાશિના જાતકોનું ભાગ્ય બદલાય જશે.
ADVERTISEMENT
મેષ રાશિ
આત્મવિશ્વાસ વધશે. ધન પ્રાપ્તિનો યોગ બનશે. વૈવાહિક સુખમાં વધારો થશે.કોઈ મિત્રની મદદથી તમને રોજગારની તકો મળી શકે છે. પરિવારમાં માન-સન્માન વધશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે.
વૃષભ રાશિ
તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્ય દ્વારા પુરસ્કાર મળી શકે છે. તમારા જીવનમાં સુવિધામાં વધારો થશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જવા માટેના યોગ બની રહ્યા છે. આત્મવિશ્વાસ વધશે, જેના લીધે કાર્યસ્થળ પરથી કોઈ સારા સમાચાર મળી શકે છે.
મિથુન રાશિ
તમારી આવકમાં વધારો થશે, નોકરી કરતાં વર્ગ માટે પ્રમોશનના યોગ બાની રહ્યા છે. પારિવારિક જીવન સુખમય રહેશે. તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. તમામ સુખ-સુવિધાઓમાં વધારો થશે.
સિંહ રાશિ
પરિવારમાં ધાર્મિક કાર્યો થશે, સંતાનોના સુખમાં વધારો થશે. વધુ પડતા ગુસ્સાથી બચો. ઉચ્ચ શિક્ષણ અને સંશોધન વગેરે માટે વિદેશ પ્રવાસની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે.
(અમે એવો દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. વિગતવાર અને વધુ માહિતી માટે, કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો.)
ADVERTISEMENT
