સૂર્યાસ્ત બાદ ભૂલથી પણ ન કાપતા નખ, નહીં તો વેઠવું પડશે ગંભીર પરિણામ

Gujarat Tak

05 May 2024 (अपडेटेड: May 5 2024 5:51 PM)

Nail Cutting Astro Tips: ઘણીવાર ઘરના વડીલો સાંજે કે રાત્રે નખ કાપવાની ના પાડે છે અને કારણ પૂછવા પર તેઓ કહે છે કે તે અશુભ માનવામાં આવે છે.

Nail Cutting Astro Tips

સૂર્યાસ્ત બાદ ભૂલથી પણ ન કાપતા નખ

follow google news

Nail Cutting Astro Tips: ઘણીવાર ઘરના વડીલો સાંજે કે રાત્રે નખ કાપવાની ના પાડે છે અને કારણ પૂછવા પર તેઓ કહે છે કે તે અશુભ માનવામાં આવે છે. આ જવાબથી કદાચ તમને પણ સંતુષ્ટિ પણ નહીં થાય. તમે અથવા અમે તેનું ચોક્કસ કારણ અને તર્ક જાણવા માંગીએ છીએ. ચોક્કસ જવાબ મળતા અને માનસિક તુષ્ટિ ન થવા પર મન વિદ્રોહ કરે છે અને વડીલોની સલાહને નજરઅંદાજ કરીએ છીએ. તમને જણાવી દઈએ કે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર, સાંજે કે રાત્રે કેટલાક કામ કરવાની મનાઈ છે. જેમાં નખ કાપવાની પણ મનાઈ છે. ચાલો જાણીએ સૂર્યાસ્ત બાદ નખ કેમ ન કાપવા જોઈએ...

આ પણ વાંચો

માં લક્ષ્મીજી થઈ જશે નારાજ

હિન્દુ માન્યતાઓ અનુસાર, માં લક્ષ્મીજી સૂર્યાસ્ત પછી ભ્રમણ પર નીકળે છે. જે ઘરમાં સાંજે અથવા સાંજ પછી નખ કાપવામાં આવે છે, તે ઘર અને સભ્યો પર માં લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. તેનાથી ઘરની બરકત અટકી જાય છે. આવક ઘટવા લાગે છે અને બચત પણ ખતમ થઈ જાય છે. નખની સાથે સાથે સાંજ પછી વાળ પણ કાપવામાં આવતા નથી અને ઘરના કચરાને પણ બહાર ફેંકવામાં આવતો નથી. 

ગ્રહો પર થાય છે ખરાબ અસર

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, સૂર્યાસ્ત પછી નખ કાપવાથી ગ્રહો, ખાસ કરીને સૂર્ય અને શનિ પર નકારાત્મક અસર પડે છે. સૂર્યના નકારાત્મક પ્રભાવથી સમાજમાં વ્યક્તિનું માન-સન્માન ઘટે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, નખમાં શનિદેવનો વાસ હોય છે. સૂર્યાસ્ત બાદ નખ કાપવાથી તેઓ ગુસ્સે થઈ જાય છે. તેનાથી વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે પીડા થાય છે.

નકારાત્મક ઉર્જામાં વૃદ્ધિ

વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજે કે રાત્રે નખ ન કાપવા જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે, જેની સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડે છે. આ ઉપરાંત અન્ય સમસ્યાઓ પણ વધે છે.


નોંધ: આ લેખમાં લખેલી માહિતીની જાણકારી તેની વિશ્વસનીયતાની ગેરંટી નથી. તેને જુદા જુદા માધ્યમો/જ્યોતિષ/પંચાગ/માન્યતાઓ/ધર્મગ્રંથોથી લઈને તમારા સમક્ષ પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર જાણકારી પહોંચાડવાનો છે. આથી વાંચકો તેને માત્ર જાણકારીના સંદર્ભમાં લે.

    follow whatsapp