અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે છેલ્લા ઘણા મહિનાથી તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે આજે વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, . આજે 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે અને બીજા તબક્કામાં 833 ઉમેદવારોના ભવિષ્ય EVM માં કેદ થશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમીત શાહ સહિતના નેતાઓ મતદાન કરશે.
ADVERTISEMENT
61 રાજકીય પાર્ટી મેદાને
બીજા તબક્કામાં 61 રાજકીય પાર્ટીના 833 ઉમેદવાર ભાગ લઇ રહ્યા છે. 06 અનુસુચિત જાતિ માટે અનામત બેઠકો છે. 13 અનુસુચિત જનજાતિ માટે અનામત બેઠકો છે. જ્યારે 74 જનરલ બેઠકોનો સમાવેશ થાય છે.
બીજા તબક્કાની ચૂંટણીમાં 1,13,325 કર્મચારીઓ મેદાને
બીજા તબક્કાની ચૂંટણીમાં 37,432 બેલેટ યૂનિટ, કંટ્રોલ યૂનિટ 36,157 અને VVPAT 40,066 ઉપયોગ કરી રહ્યા છે. મતદાન કર્મચારીઓની સંખ્યા 1,13,325 છે.’ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
833 ઉમેદવારો મેદાને
રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. 93 બેઠકો માટે કુલ 833 ઉમેદવારો મેદાને ઉતારી ચૂક્યા છે. જેમાંથી 764 પુરૂષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાને છે.
આ બેઠક પર સૌથી વધુ ઉમેદવારો
બીજા તબક્કની 93 બેઠકોમાંથી સૌથી વધુ ઉમેદવાર બાપુનગર બેઠક પર છે. બાપુનગર બેઠક સૌથી નાનો મતવિસ્તાર છે. આ બેઠક પર 2,07,461 મતદારો છે અને 29 ઉમેદવારો મેદાને છે. જ્યારે સૌથી ઓછા ઉમેદવાર ઇડર દેથક પર છે. ઇડર બેઠક પર ફક્ત 3 ઉમેદવાર મેદાને છે. બીજા તબક્કાની ચૂંટણીને લઈ તા. 5 ડિસેમ્બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે.
આ બેઠક પર યોજાશે ચૂંટણી
ઉત્તર ગુજરાતની આ બેઠકો પર યોજાશે ચૂંટણી
7 – વાવ
8 – થરાદ
9 – ધાનેરા
10 – દાંતા (ST)
11 – વડગામ (SC)
12 – પાલનપુર
13 – ડીસા
14 – દિયોદર
15 – કાંકરેજ
16 – રાધનપુર
17 – ચાણસ્મા
18 – પાટણ
19 – સિદ્ધપુર
20 – ખેરાલુ
21 – ઉંઝા
22 – વિસનગર
23 – બેચરાજી
24 – કડી (SC)
25 – મહેસાણા
26 – વિજાપુર
27 – હિંમતનગર
28 – ઇડર (SC)
29 – ખેડબ્રહ્મા (ST)
30 – ભિલોડા (ST)
31 – મોડાસા
32 – બાયડ
33 – પ્રાંતિજ
34 – દહેગામ
35 – ગાંધીનગર દક્ષિણ
36 – ગાંધીનગર ઉત્તર
37 – માણસા
38 – કલોલ
39 – વિરમગામ
40 – સાણંદ
41 – ઘાટલોડિયા
42 – વેજલપુર
43 – વટવા
44 – એલિસબ્રિજ
45 – નારણપુરા
46 – નિકોલ
47 – નરોડા
48 – ઠક્કરબાપા નગર
49 – બાપુનગર
50 – અમરાઈવાડી
51 – દરિયાપુર
52 – જમાલપુર-ખાડિયા
53 – મણિનગર
54 – દાણીલીમડા (SC)
55 – સાબરમતી
56 – અસારવા (SC)
57 – દસક્રોઇ
58 – ધોળકા
59 – ધંધુકા
ADVERTISEMENT
