હીરા બાની પ્રાથના સભા વડનગરમાં યોજાશે, જાણો કાર્યક્રમ

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવાર માટે હાલનો સમય દુઃખદ સમાચાર લઈને આવ્યો છે. તેમના માતા હીરા બા કે જેઓ નાદુરસ્ત તબીયતને લઈને અમદાવાદની યુએન મહેતા…

gujarattak
follow google news

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવાર માટે હાલનો સમય દુઃખદ સમાચાર લઈને આવ્યો છે. તેમના માતા હીરા બા કે જેઓ નાદુરસ્ત તબીયતને લઈને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા તેમના અવસાનના સમાચારથી તેમના હૃદય પર વજ્રઘાત પડી છે. તેમના અંતિમસંસ્કાર આજે શુક્રવારે ગાંધીનગરના સેક્ટર 30માં આવેલા સ્મશાનગૃહ ખાતે થયા હતા. હવે તેમની પ્રથાના સભા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં રવિવારે યોજાવાની છે.

‘મોદીના પિતાના અવસાનની વાત મળી ત્યારે…’- શું છે આ જુના Videoમાં

અન્ય લૌકિક ક્રિયાઓ પણ વડનગરમાં
PM મોદીના માતા હીરા બાનું શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. મંગળવારે સાંજે શ્વાસ લેવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હીરા બા 99 વર્ષના હતા. આ વર્ષે 18 જૂને જ તેમણે 99મો જન્મદિવસ ઉજવ્યો હતો અને 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. જોકે આટલી ઉંમરે પણ તેઓ સ્વસ્થ રહેતા હતા અને પોતાના તમામ કાર્યો જાતે જ કરતા હતા. હીરા બાની પ્રાથના સભાનું આયોજન રવિવારે સવારે 9થી 12ના સમય દરમિયાન વડનગરમાં યોજવામાં આવશે. આ ઉપરાંત અન્ય લૌકિક ક્રિયાઓ પણ અહીં જ યોજવામાં આવશે.

અરવલ્લીઃ રેન્જ ફોરેસ્ટ ઓફીસર પર થયો હુમલો, 10 લોકોનું ટોળું તૂટી પડ્યું

મહંત સ્વામીએ શું લખ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહંત સ્વામીએ પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે મહંત સ્વામીને પણ તબીયત સારી રહેતી ન હોવાને કારણે બોલવા સહિત સામાન્ય કામગીરીઓમાં તકલીફો પડી રહી છે ત્યારે લખવું તેમના માટે એટલું સરળ નહીં હોય તેવો અંદાજ આપણે મહંત સ્વામીએ લખેલા પત્ર પરથી લગાવી શકીએ છીએ. તેમણે લખેલા પત્રમાં લખ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આજે સમાચાર મળ્યા કે આપના માતા દેવલોક પામ્યા છે. તેઓની આત્માને શાંતિ મળે અને આપને આ દુઃખ સહન કરવાનું બળ મળે તે માટે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાથના કરી છે. કેશવજીવન દાસના ઘણા જ હૃદયપૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ…

PM મોદીના પરિવારમાં કોણ કોણ છે, જાણો સંપૂર્ણ FAMILY TREE વિશે…

વેપારીઓએ શું જાહેર કર્યું
વેપારીઓએ અહીના બજાર પાસે એક બોર્ડ પર નોંધ લખીને બજાર બંધની જાહેરાત કરી હતી. વડનગર વેપારી એસોશિએશને લખ્યું હતું કે, વડનગરના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું શતાયુ વર્ષમાં અવસાન થયું છે. સમગ્ર નગરજનો ઘેરા શોક અને દુઃખની લાગણી અનુભવે છે. વડનગરના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર શુક્ર-શની અને રવિવાર એમ ત્રણ દિવસ સુધી સ્વયંભૂ બંધ રાખવા વિનંતી છે. આ ઉપરાંત ઉંઝામાં પણ વેપારીઓએ માર્કેટ યાર્ડમાં કામકાજ આજે બંધ રાખ્યું છે. અંબાજીમાં પણ તેમના અવસાનને પગલે માતાજીના મંદિરે શાંતિ પાઠ કરવામાં આવ્યા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp