નવી દિલ્હી: 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના NDAને પડકારવા માટે કોંગ્રેસ સહિત 26 વિપક્ષી પાર્ટીઓનું નવું ગઠબંધન બનાવવામાં આવ્યું છે. બીજી તરફ ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ પણ તૈયારીઓ તેજ કરી દીધી છે. જો કે, કોંગ્રેસના યુપીએ ગઠબંધનની જગ્યાએ એનડીએ સામે ‘INDIA’ કેટલું અસરકારક સાબિત થશે, તે આવતા વર્ષે ચૂંટણીના પરિણામો પછી ખબર પડશે. ‘INDIA’ ગઠબંધન બનતા પહેલા લોકસભા ચૂંટણી માટે કરવામાં આવેલા સર્વેના આંકડા ચોંકાવનારા છે.
ADVERTISEMENT
ઈન્ડિયા ટુડે સી-વોટરે આ વર્ષના જાન્યુઆરીના અંતમાં એક સર્વે કર્યો હતો. તેના પરિણામ અનુસાર, આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધનની સીટ અને વોટ શેરમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 52 બેઠકો મળી હતી. જ્યારે યુપીએ ગઠબંધનને કુલ 91 બેઠકો મળી હતી.
NDAને થશે નુકશાન
આ સર્વેના અનુમાન મુજબ એનડીએ લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 298 બેઠકો જીતવાની ધારણા છે. જ્યાં 2019માં એનડીએને કુલ 353 બેઠકો મળી હતી. ત્યારે એનડીએની બેઠકોમાં ઘટાડો થવાની ધારણા છે. બીજી તરફ કોંગ્રેસના યુપીએ ગઠબંધનને 2019ની ચૂંટણી કરતાં 61 બેઠકો વધુ મળી શકે છે. આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધનને 153 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે અન્યને 92 બેઠકો મળી શકે છે.
જાણો કોને થશે ફાયદો
જો સર્વના વોટ શેરના આંકડા જોઈએ તો અહીં પણ કોંગ્રેસ ગઠબંધનને 2019ની ચૂંટણીની સરખામણીમાં ફાયદો થવાની આશા છે. સર્વે દર્શાવે છે કે એનડીએને સૌથી વધુ વોટ શેર મળશે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને 43 ટકા વોટ શેર મળવાની ધારણા છે. જે ગત ચૂંટણી કરતાં 2 ટકા ઓછું છે.
2024માં યુપીએનો વોટ શેર 29 ટકાની નજીક હોવાનો અંદાજ છે. જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા 19.66 ટકા વોટ શેર હતા. પ્રાદેશિક પક્ષો જેવા અન્ય પક્ષોને 28 ટકા વોટ શેર મળી શકે છે. 2024ની લોકસભા ચૂંટણી આવતા વર્ષે એપ્રિલ અથવા મે મહિનામાં યોજાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT
