બોટાદમાં લઠ્ઠાકાંડની ઘટના પર ભાજપના સાંસદ જુગલજી ઠાકોરે કહ્યું, ‘અરવિંદ કેજરીવાલ પહેલા દિલ્હીની ચિંતા કરે’

Yogesh Gajjar

26 Jul 2022 (अपडेटेड: Jul 26 2022 6:15 PM)

બોટાદ જિલ્લાના બરવાળામાં ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ યુક્ત ઝેરી પ્રવાહી પીવાથી થયેલા મૃત્યુનો આંક 38 સુધી પહોંચ્યો છે. જ્યારે 73 જેટલા વ્યક્તિઓને હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં…

gujarattak
follow google news

બોટાદ જિલ્લાના બરવાળામાં ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ યુક્ત ઝેરી પ્રવાહી પીવાથી થયેલા મૃત્યુનો આંક 38 સુધી પહોંચ્યો છે. જ્યારે 73 જેટલા વ્યક્તિઓને હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યા છે જેમાંથી 7 જેટલા વ્યક્તિ હજુ પણ ગંભીર સ્થિતિમિાં છે. આ વચ્ચે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકીય પાર્ટીઓ વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. બોટાદની ઘટના પર જુગલજી ઠાકોરે અરવિંદ કેજરીવાલને પહેલી દિલ્હીની ચિંતા કરવા માટે કરી દીધું હતું.

આ પણ વાંચો

બોટાદની લઠ્ઠાકાંડની ઘટના પર અરવિંદ કેજરીવાલ આજે ભાવનગરમાં પીડિત પરિવારોની મુલાકાતે ગયા હતા અને સંવેદના વ્યક્ત કરી હતી. જેના પર ભાજપના રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, કેજરીવાલજીએ ગુજરાતની ચિંતા કરવાની જરૂર નથી, ત્યાંની સરકાર મજબૂત છે અને ત્યાં આગળ જે પ્રમાણે કાયદાકીય જે લોકોએ ગુના કર્યા હશે તેના પર કડકમાં કડક કાર્યવાહી ગુજરાત સરકાર કરશે. કેજરીવાલજીએ દિલ્હી સંભાળવાની જરૂરિયાત છે. અહીંયા તે સંભાળી શકતા નથી. જે પ્રમાણે અહીંયા લિકરથી જે પ્રમાણે નાના નાના માણસોને દારૂડિયા કરી દેવામાં દિલ્હીની સરકારે પહેલ કરી છે. એટલે પહેલા તેમણે દિલ્હી સાચવવાની જરૂર છે, પછી ગુજરાતની ચિંતા કરે.

ત્યારે આ સમગ્ર નિવેદન પર આપના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ગુજરાતમાં છાશવારે લઠ્ઠાકાંડની બને છે. વારંવાર આવી ઘટના બનતી હોવા છતાં ભાજપના નેતાઓ લાજવાના બદલે શરમાવાને બદલે, સંવેદના વ્યક્ત કરવાના બદલે, ગાજે છે, ઉછળે છે, જેમ ફાવે તેમ વાણીવિલાસ કરે છે. આ દુઃખદ બાબત છે. 27 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ લઠ્ઠાકાંડ બનતો હોય તો શરમ આવવી જોઈએ. તેના બદલે જેમ ફાવે તેમ નિવેદન બાજી કરે છે. મારે એમ કહેવું છે કે તમે પહેલા કેજરીવાલની ટીકા કરવાનું છોડો અને ગુજરાત સંભાળો, આવો ઝેરી દારૂ ક્યાંથી આવે છે, કેમ આટલી બધી બુટલેગરોની હિંમત થઈ ગઈ છે કે દારૂ વેચે છે? આ પરિસ્થિતિની અંદર જોવાની જરૂર છે અને ગુજરાતને આવી ઘટનાથી બચાવવાની જરૂર છે.

    follow whatsapp