અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન બાકી છે. 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું વોટિંગ તથા 8 ડિસેમ્બરે મતગણતરી વચ્ચે ભાજપે નવો રોડ મેપ બનાવી લીધો છે. ભાજપ સતત ઈલેક્શન મોડમાં એક્ટિવ રહેશે. નોંધનીય છે કે મીડિયા રિપોર્ટ્સના આધારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની આગેવાની હેઠળ 5 ડિસેમ્બરે ખાસ બેઠક યોજાવા જઈ રહી છે. ચલો આપણે ભાજપના ઈલેક્શન રોડ મેપની તૈયારીઓ પર નજર કરીએ…
ADVERTISEMENT
જેપી નડ્ડાની બેઠકમાં શું ચર્ચા થશે…
મીડિયાના અહેવાલો પ્રમાણે ભાજપે અત્યારથી જ લોકસભા ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની આગેવાનીમાં રાષ્ટ્રીય હોદ્દેદારોની બેઠક મળવા જઈ રહી છે. જેમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓ, મંડળ, બૂથ સમિતિથી લઈને અન્ય મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાશે.
ચૂંટણીલક્ષી રણનીતિ ઘડાશે…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અહીં આગામી વિવિધ રાજ્યોના વિધાનસભા ચૂંટણી 2023 અને લોકસભા ચૂંટણી 2024 અંગે રોડ મેપ તૈયાર થઈ શકે છે. આ બેઠકથી ભાજપ સતત ઈલેક્શન મોડમાં એક્ટિવ રહેશે અને આગળ જીતવા માટેની રણનીતિ કેવી રીતે ઘડવી એની તબક્કાવાર તૈયારીઓ હાથ ધરી શકે છે. નોંધનીય છે કે અહેવાલોમાં એવું પણ જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકના સમાપન સત્રને સંબોધિત કરી શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી હતી.
ADVERTISEMENT
