ZAKIR NAIK ને ઓમાનમાં એન્ટ્રી નહી આપવા માટે ભારતની અપીલ

Krutarth

• 03:53 PM • 21 Mar 2023

India On Zakir Naik: ભાગેડુ જાકિર નાઇક પર ભારત સરકાર સતત સકંજો કસવાનો પ્રયાસ કરી રહી છે. આ ક્રમમાં ભારતે ઓમાન સરકારે કહ્યું કે, તેઓ…

gujarattak
follow google news

India On Zakir Naik: ભાગેડુ જાકિર નાઇક પર ભારત સરકાર સતત સકંજો કસવાનો પ્રયાસ કરી રહી છે. આ ક્રમમાં ભારતે ઓમાન સરકારે કહ્યું કે, તેઓ જાકિર નાઇકને દેશની મુલાકાત ન કરાવવા દે. તેની વિરુદ્ધ મલેશિયા સરકાર પાસે પ્રત્યાર્પણ અનુરોધ હજી પણ બાકી છે. તેની વિરુદ્ધ મલેશિયા સરકારની પાસે પ્રત્યાર્પણની અપીલ હજી પણ લંબિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓમાનમાં જાકિર નાઇકના બે કાર્યક્રમ 23 અને 25 માર્ચે આયોજીત થવાનો છે. જેના મુદ્દે ભારત સરકારે ઓમાન સરકાર સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચો

સુત્રોના હવાલાથી આવી રહેલા સમાચારો અનુસાર હાલ જાકિર નાઇક ઓમાનમાં નથી. થોડા વર્ષો પહેલાની વાત છે જ્યારે ભારતે વિવાદિત ઇસ્લામિક ઉપદેશક જાકિર નાઇક પર કાર્યવાહી શરૂ કરી તો તેણે દેશ છોડી દીધો હતો અને વિદેશમાં જઇને રહેવા લાગ્યો હતો. પહેલા તેઓ બ્રિટન ગયો અને ત્યાં તેના વ્યવહારના કારણે સરકારે તેના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારે જાકિરે મલેશિયા ભાગી ગયો હતો. તેણે ગત ત્રણ વર્ષમાં મલેશિયામાં જ ધામા નાખેલા છે.

જાકિર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ
ભારત સરકાર એક લાંબા સમયથી જાકિર નાઇકની પાછળ પડી છે. ભારતે જે સમયે જાકિરની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો અને રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરવામાં આવી, તેની પહેલા જ તે દેશ છોડીને મલેશિયા ભાગી નિકળ્યો હતો અને ત્યાની સરકારી ઓફીસ અને આવાસીય ભવનો હોય તેવા વીઆઇપી વિસ્તારમાં રહેવા લાગ્યો હતો.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?
જાકિર નાઇક એક વખથ ફીફા વર્લ્ડ કપ દરમિયાન કતરમાં જોવા મળ્યો હતો. તે સમયે વિદેશ મંત્રાલયનું એક નિવેદન સામે આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તે ભાગેડું છે. અમે મલેશિયાથી પણ તેને પરત હિન્દુસ્તાન લાવવા માટે સતત વાત કરી રહ્યા છીએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમારી કાનુની સિસ્ટમમાં જાકિર નાઇક આરોપી છે. મલેશિયાથી તેના પ્રત્યાર્પણ માટે અમે સતત કરી રહ્યા છીએ. તેમણે આગળ જણાવ્યું કે, કતરની સામે ભારતે ફિફા વર્લ્ડ કપમાં નાઇકની મેચનો મુદ્દો ઉઠાવ્યો. જેના જવાબમાં કતરે કહ્યું કે, તેણે નાઇકને બોલાવ્યો નહોતો. સાથે જ બાગચીએ દાવો કર્યો કે સરકાર સતત નાઇકને ભારત લાવવા માટેના પ્રયાસો કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાઇક 2016 માં ભારત છોડીને મલેશિયા ફરાર થઇ ગયો હતો. મલેશિયાથી તેના પ્રત્યાર્પણ માટે વારંવાર

    follow whatsapp