શું કાલે રોકેટ થશે અદાણીનો શેર? એક મહિના બાદ NSE એ આપ્યો પોઝિટિવ સંકેત

Krutarth

07 Mar 2023 (अपडेटेड: Mar 7 2023 5:46 PM)

અમદાવાદ : અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં મોટા પ્રમાણમાં વેચવાલીને ધ્યાને રાખીને ASM માં નાખવામાં આવ્યા હતા. જ્યારે NSE એ અદાણી એન્ટરપ્રાઇઝને શોર્ટ ટર્મ એડિશનલ સર્વેલાન્સ મેજર્સ…

gujarattak
follow google news

અમદાવાદ : અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં મોટા પ્રમાણમાં વેચવાલીને ધ્યાને રાખીને ASM માં નાખવામાં આવ્યા હતા. જ્યારે NSE એ અદાણી એન્ટરપ્રાઇઝને શોર્ટ ટર્મ એડિશનલ સર્વેલાન્સ મેજર્સ ફ્રેમવર્ક કર્યું હતું. જેની અસર પણ શેરો પર પડી હતી અને તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. શું કાલે શેર માર્કેટ ખુલતાની સાથે અદાણીના શેર રોકેટની સ્પીડે ભાગશે? આ અમે નથી કહી રહ્યા પરંતુ જે સમાચાર શેર માર્કેટથી આવ્યા છે. તેના કારણે એવી શક્યતા દેખાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હિંડનબર્ગની (HINDENBURG)રિસર્ચ રિપોર્ટ પબ્લિશ થયા બાદ અદાણીના સામ્રાજ્યમાં ઉથલ પાથલ જોવા મળી હતી. જેના કારણે સ્ટોક એક્સચેંજે અદાણી ગ્રુપના ત્રણ શેરને પોતાના વોચ લિસ્ટમાં નાખી દીધા હતા. હવે NSE એ રાહત આપતા ADANI ENTERPRISES ને યાદીમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો

અદાણીના 3 શેર ASM માં નાખવામાં આવ્યા હતા
અદાણી ગ્રુપ પર લગાવાયેલા હિંડનબર્ગના આરોપો અને તેના કારણે શેરમાં આવેલા સુનામીના કારણે ADANI GROUP ની સતત ઘટી રહેલી માર્કેટ કેપ વચ્ચે NSE એ અદાણી એન્ટરપ્રાઇઝ (ADANI ENTERPRISES), અદાણી પોર્ટ (ADANI PORT) અને અંબાજા સીમેન્ટ (AMBUJA CEMENT) ને એએસએમમાં નાખી દીધા હતા. એડિશનલ સર્વેલાન્સ એક પ્રકારે નજર રાખી રહ્યા છે. જેમાં માર્કેટના રેગ્યુલેટર સેબી અને માર્કેટ એક્સચેંજ બીએસઇ, એનએસઇ પર નજર રાખે છે. NSE દ્વારા વધારાની દેખરેખએ એક પ્રકારનું મોનિટરિંગ છે. જેમાં માર્કેટ રેગ્યુલેટર સેબી અને માર્કેટ એક્સચેન્જો BSE, NSE તેના પર નજર રાખે છે. તેનો હેતુ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો છે. જ્યારે મેનીપ્યુલેશન અથવા અતિશય ટ્રેડિંગને કારણે કિંમતોમાં ભારે વધારો થાય ત્યારે આ પગલું ઉઠાવવામાં આવતું હોય છે.

ASM માંથી હટાવાયા બાદ શેરમાં તેજી આવે તેવી નિષ્ણાંતોની આશંકા
અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં મોટા પ્રમાણમાં વેચવાલીને ધ્યાને રાખીને ASM મા નખાયા હતા. જ્યારે NSE એ અદાણી એન્ટરપ્રાઇઝમાં શોર્ટ ટર્મ એડિશનલ સર્વેલાન્સ મીઝર્સ ફ્રેમવર્કમાં નાખવામાં આવ્યા હતા, તો તેની અસર પણ શેર પર પડી હતી અને તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર એનએસઇના સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે, આશરે એક મહિના બાદ આ સ્ટોક બુધવારથી ફ્રેમવર્કથી બહાર થઇ જશે. તેની સકારાત્મક અસર સ્ટોક્સ પર પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત થોડા દિવસોમાં અદાણીના અન્ય સ્ટોકની જેમ જ આ શેરમાં પણ જોરદાર ઉછાળો જોવા મળે છે. ગત્ત પાંચ દિવસમાં તેની કિંમત 77 ટકા સુધી વધી ગઇ છે. ગત્ત વ્યાપારીક દિવસ સોમવારે પણ ADANI એન્ટરપ્રાઇઝના શેરમાં 5.45 ટકાના ઉછાળા સાથે 1,982 રૂપિયાના લેવલ પર બંધ થયું હતું.

અમીરોની યાદીમાં 24 મા નંબર પર પહોંચ્યા
અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં ચાલી રહેલી તેજી વધી શકે છે, કારણ કે ASM થી બહાર આવવાથી સ્ટોકના કારોબાર પર તેમના કારણે લગાવાયેલી સીમાઓ હટી જશે. તેની અસર પણ ઇન્વેસ્ટર્સના સેન્ટીમેન્ટ પર પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 24 જાન્યુઆરી 2023 ના રોજ નાથ એન્ડરસનના નેતૃત્વની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રુપના મુદ્દે જે રિપોર્ટ પબ્લિશ કર્યું હતું તેના બીજા દિવસે અદાણીના સ્ટોક્સ તુટવા લાગ્યા હતા અને એક જ મહિનામાં અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુ 100 અબજ ડોલર જેટલી ઘટી ગઇ હતી.

ગૌતમ અદાણી રાજામાંથી રંક ગણત્રીના દિવસોમાં બની ગયા
ગૌતમ અદાણીની નેટવર્થમાં એ રીતે ઘટાડો આવ્યો કે વિશ્વના અમીરોની યાદીમાં ચોથા સ્થળથી ખસીને સીધઆ જ 34 મા નંબર સુધી પહોંચી ગયા હતા. હાલ બ્લુમબર્ગ મિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર અદાણી 52.1 અબજ ડોલરની સંપત્તી સાથે અબજોપતિઓની યાદીમાં 24 મા સ્થળ પર પહોંચી ચુક્યા છે.

    follow whatsapp