Weather Update: દેશના મોટાભાગના રાજ્યોમાં ઠંડીએ દસ્તક આપી છે. તો ઘણા રાજ્યોમાં લાંબા સમયથી વરસાદ વરસી રહ્યો છે. પરંતુ હજુ પણ હવામાન વિભાગ દ્વારા ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાસ્તવમાં બે-બે ચક્રવાતી વાવાઝોડાને કારણે ઘણી જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીરના ઉત્તરીય વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના છે.
ADVERTISEMENT
ભારે વરસાદની કરાઈ છે આગાહી
હવામાનશાસ્ત્રીઓએ ચક્રવાતી તોફાનના કારણે ઘણા રાજ્યોમાં 19 નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. 19 નવેમ્બર સુધી પૂર્વ ભારત અને ઉત્તર-પૂર્વ ભારતના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી સવારે ધુમ્મસ અને દિવસ દરમિયાન સ્વચ્છ આકાશ રહેશે. હવામાનશાસ્ત્રીઓના મતે આગામી કેટલાક દિવસો સુધી રાજધાનીમાં મિશ્ર હવામાનની અપેક્ષા છે.
દરિયાકાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
રાત્રે ઠંડીમાં વધારો થવાની અને સવારે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. તો આજના હવામાન વિશે વાત કરીએ તો સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, આજે દક્ષિણ પૂર્વ પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ઓડિશા અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. આ સિવાય તટીય અને દક્ષિણ તમિલનાડુ અને કેરળમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સ્કાયમેટ અનુસાર ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી શુષ્ક હવામાનની સ્થિતિ જોવા મળી રહી છે.
10 દિવસ સુધી હવામાન રહેશે શુષ્ક
વાસ્તવમાં ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ઓછામાં ઓછા આગામી દસ દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. કારણ કે મેદાની વિસ્તારોમાં કોઈ મહત્વપૂર્ણ સિસ્ટમ જોવા મળે તેવી અપેક્ષા નથી.
માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ
માછીમારોને 18 નવેમ્બર સુધી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે કારણ કે આ સમયગાળા દરમિયાન દરિયાની સ્થિતિ ખરાબ રહેશે.
ADVERTISEMENT
