મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટનાઃ શિવલિંગ બનાવી રહેલા બાળકો પર પડી દીવાલ, 9 માસુમના મૃત્યુ

મધ્યપ્રદેશના સાગરમાં રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં મંદિર પાસેની દિવાલ ધરાશાયી થતાં લગભગ 9 બાળકોના મૃત્યુ થયા છે. મૃતકની ઉંમર 9થી 19 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. તો ચાર બાળકો ઈજાગ્રસ્ત થયા છે.

મધ્ય પ્રદેશામં દુર્ઘટના

SAGAR WALL COLLAPSE

follow google news

9 children died after wall collapsed In Sagar: મધ્યપ્રદેશના સાગરમાં રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં મંદિર પાસેની દિવાલ ધરાશાયી થતાં લગભગ 9 બાળકોના મૃત્યુ થયા છે. મૃતકની ઉંમર 9થી 19 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. તો ચાર બાળકો ઈજાગ્રસ્ત થયા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહપુરના હરદૌલ મંદિરમાં શિવલિંગ નિર્માણ અને ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિવલિંગ બનાવી રહ્યા હતા બાળકો

સવારે 10 વાગ્યાના સુમારે પાર્થિવ શિવલિંગ નિર્માણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. રવિવારની રજા હોવાથી બાળકો પણ શિવલિંગ બનાવવા પહોંચ્યા હતા. જે જગ્યાએ બાળકો બેસીને શિવલિંગ બનાવી રહ્યા હતા તે સ્થળે એક દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં કેટલાક બાળકો દટાયા હતા. જેસીબીથી કાટમાળ હટાવીને મૃતદેહો અને ઈજાગ્રસ્ત બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દિવાલ લગભગ 50 વર્ષ જૂની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનાની જાણકારી મળતા જ રાહલી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોપાલ ભાર્ગવ પણ શાહપુર પહોંચી ગયા હતા. સાથે જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 

કુલ 9 બાળકોના મૃત્યુ થયા 

કલેક્ટર દીપક આર્યએ જણાવ્યું કે, બાળકો સ્થળ પર બનાવેલા ટેન્ટમાં રમી રહ્યા હતા. ત્યારે અચાનક મંદિર પરિસરની બાજુમાં આવેલી દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસ પ્રશાસને સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા, પરંતુ કેટલાક બાળકોના રસ્તામાં જ મૃત્યુ થયા, જ્યારે કેટલાક હોસ્પિટલ પહોંચ્યા પછી મૃત્યુ પામ્યા. કુલ 9 બાળકોના મૃત્યુ થયા છે.

મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ

સીએમ મોહન યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ઈજાગ્રસ્ત બાળકોને યોગ્ય સારવાર આપવા માટે જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે. મૃત બાળકોના આત્માને પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના. હું દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા બાળકો ઝડપથી સાજા થઈ જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું. મૃતક બાળકોના પરિવારજનોને સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.

    follow whatsapp