Uttarkashi Rescue: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા મજૂરોને ગમે ત્યારે બહાર કાઢી શકાય છે. ટનલમાં ખોદકામ પૂર્ણ થઈ ગયું છે. 800 મીમી વ્યાસની પાઇપ પણ નાખવામાં આવી છે. NDRFની ટીમ પાઈપ દ્વારા કામદારો સુધી પહોંચી છે. આ ટીમ કામદારોને પાઇપ દ્વારા બહાર કાઢવામાં મદદ કરશે. આશા છે કે કામદારોને જલ્દીથી બહાર કાઢવામાં આવશે. બચાવ ટુકડીઓએ કામદારોના સંબંધીઓને તેમના કપડા અને બેગ તૈયાર રાખવા જણાવ્યું છે. કામદારોને બહાર કાઢ્યા બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવશે.
ADVERTISEMENT
CM ધામી, કેબિનેટ મંત્રી વીકે સિંહ પહોંચ્યા
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામી અને કેબિનેટ મંત્રી વીકે સિંહ ટનલની નજીક પહોંચી ગયા છે. કામદારો થોડી જ વારમાં ટનલમાંથી બહાર આવી શકે છે.
કામદારોના સંબંધીઓને ટનલ પાસે બોલાવાયા
કામદારોના પરિવારજનોને ટનલ પાસે બોલાવવામાં આવ્યા હતા. પરિવારના સભ્યો પાસે તેમની બેગ છે.
ટનલમાં ખોદકામ પૂર્ણ થયું
બચાવ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે ખોદકામ પૂર્ણ થઈ ગયું છે. NDRFની ટીમ પાઈપ દ્વારા કામદારો સુધી જઈ રહી છે. NDRFની ટીમ એક પછી એક કામદારોને પાઈપ દ્વારા બહાર કાઢશે.
ટનલમાં પહોંચી NDRFની ટીમ
ADVERTISEMENT
