UPSC Result: UPSC માં આદિત્ય શ્રીવાસ્તવે કર્યું ટોપ, ગુજરાતમાંથી 25 ઉમેદવારોએ બાજી મારી

Gujarat Tak

16 Apr 2024 (अपडेटेड: Apr 16 2024 3:35 PM)

UPSC Results: UPSC CSE પરિણામની રાહ જોતા ઉમેદવારોની આતૂરતા આજે પૂરી થઈ ગઈ છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા UPSC મેન્સ 2023નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

UPSC

UPSC

follow google news

UPSC Results: UPSC CSE પરિણામની રાહ જોતા ઉમેદવારોની આતૂરતા આજે પૂરી થઈ ગઈ છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા UPSC 2023નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2023ની આ પરીક્ષામાં આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઈન્ડિયા રેન્ક વન હાંસેલ કરી છે. તો અનિમેષ પ્રધાન બીજા ક્રમે અને ડોનુરુ અનન્યા રેડ્ડી ત્રીજા ક્રમે છે. ગુજરાતમાંથી 25થી વધુ ઉમેદવારોએ બાજી મારી છે. જેમાં મિતુલ પટેલની 139મી રેન્ક આવી છે. UPSCનું પરિણામ upsc.gov.in સાઈટ પરથી જોઈ શકો છો.

આ પણ વાંચો

ઓલ ઈન્ડિયા રેન્કના પાંચ ટોપર્સ કોણ છે?

UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023 ના પરિણામમાં, આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઈન્ડિયા રેન્ક વન હાંસલ કર્યું છે, તો બીજું સ્થાન અનિમેષ પ્રધાન અને ત્રીજા સ્થાને અનન્યા રેડ્ડી છે, PK સિદ્ધાર્થ રામકુમાર ચોથા સ્થાને અને રૂહાની પાંચમા સ્થાને છે.

ગુજરાતમાંથી ઉમેદવારોએ UPSCમાં બાજી મારી

347 સામાન્ય અને 115 EWS પસંદ કર્યા

તમને જણાવી દઈએ કે જે 1016 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેમાંથી 347 સામાન્ય કેટેગરીના છે. 115 EWS વર્ગના છે જ્યારે 303 OBC ઉમેદવારો છે. 165 SC અને 86 ST ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને કેન્દ્રીય સેવાઓ, ગ્રુપ A અને Bમાં નિમણૂક માટે લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવ્યા છે.

    follow whatsapp