Explainer: 84 લાખ કરોડનું ભોજન વેડફાયું, ભારતીયો પણ બીજા નંબરે... વિશ્વમાં 80 કરોડથી વધુ લોકો ભૂખ્યા સૂવે છે

Gujarat Tak

28 Mar 2024 (अपडेटेड: Mar 28 2024 5:20 PM)

સંયુક્ત રાષ્ટ્રના 'Food Waste Index Report 2024' માં સામે આવ્યો છે. જેમાં 2022નો ડેટા લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે 2022 માં, વિશ્વભરમાં 1.05 અબજ ટન અનાજનો બગાડ થયો હતો.

Food Waste Index Report

રિપોર્ટની 5 મોટી બાબતો

follow google news
  • એક વર્ષમાં વ્યક્તિદીઠ સરેરાશ 79 કિલો ખોરાકનો બગાડ થાય છે. 
  • વિશ્વભરમાં વાર્ષિક 1 અબજ ટનથી વધુ અનાજનો બગાડ થાય છે.
  • જ્યારે દુનિયામાં લગભગ 80 કરોડ લોકો હજુ પણ ભૂખ્યા સૂવે છે.

Food Waste Index Report: આ ત્રણ આંકડાઓ ચોંકાવનારા છે અને આ બતાવે છે કે જ્યાં એક તરફ લોકોને પેટ ભરવા માટે પૂરતું ભોજન નથી મળતું, તો બીજી તરફ દર વર્ષે આટલો બધો ખોરાક બગાડવામાં આવી રહ્યો છે. આ તમામ માહિતી સંયુક્ત રાષ્ટ્રના 'Food Waste Index Report 2024' માં સામે આવ્યો છે. જેમાં 2022નો ડેટા લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે 2022 માં, વિશ્વભરમાં 1.05 અબજ ટન અનાજનો બગાડ થયો હતો.

આ પણ વાંચો

શહેરોની સરખામણીએ ગામડામાં ખોરાકનો બગાડ ઓછો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાદ્યપદાર્થોનો બગાડ માત્ર અમીર કે મોટા દેશો પૂરતો મર્યાદિત નથી. હકીકતમાં, નાના અને ગરીબ દેશોમાં પણ લગભગ સમાન પ્રમાણમાં બગાડ થઈ રહ્યો છે. જોકે, શહેરોની સરખામણીએ ગામડાઓમાં ખોરાકનો બગાડ ઓછો છે. આનું એક કારણ એ છે કે ગામડાઓમાં શહેરો કરતાં વધુ પાલતુ પ્રાણીઓ છે અને તેમની વચ્ચે ખોરાક વહેંચવામાં આવે છે. આ કારણોસર શહેરોની સરખામણીમાં ગામડાઓમાં ખોરાકનો એટલો બગાડ થતો નથી.

રિપોર્ટની 5 મોટી બાબતો

19 ટકા ખોરાકનો બગાડ: 2022 સુધીમાં એક વર્ષમાં 1.05 અબજ ટન ખોરાકનો બગાડ થયો. એટલે કે લોકોને જે ખોરાક મળતો હતો તેમાંથી 19 ટકાનો બગાડ થયો હતો. આ મુજબ એક વર્ષમાં 1 ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ 84 લાખ કરોડ રૂપિયાનું ખાદ્યપદાર્થ વેડફાઈ ગયું.

મોટાભાગનો બગાડ પરિવારોમાં: ખોરાકનો મોટાભાગનો બગાડ પરિવારોમાં થાય છે. ઉત્પાદિત ખોરાકમાંથી 60 ટકા ખોરાકનો બગાડ પરિવારોમાં જ થયો હતો. ફૂડ સર્વિસ સેક્ટરમાં 29 કરોડ ટન અને રિટેલ સેક્ટરમાં 13 કરોડ ટન ખોરાકનો બગાડ થયો હતો.

વ્યક્તિ દીઠ 79 કિલો ખોરાકનો બગાડ: 2022 માં, વિશ્વભરમાં સરેરાશ દરેક વ્યક્તિએ 79 કિલો ખોરાકનો બગાડ કર્યો છે. અમીર દેશોની સરખામણીએ ગરીબ દેશોમાં ખાદ્યપદાર્થોનો બગાડ માત્ર 7 કિલો ઓછો થયો છે.

લગભગ 80 કરોડ લોકો ભૂખ્યા સૂવે છે: જ્યારે વિશ્વભરમાં આ ખોરાકના બગાડને કારણે 78.3 કરોડથી વધુ લોકો ભૂખ્યા સૂઈ જાય છે. એટલું જ નહીં, વિશ્વભરની માનવ વસ્તીનો એક તૃતીયાંશ ભાગ પણ ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યો છે.

આબોહવા પર ખોરાકના બગાડની અસર: ખોરાકના બગાડને કારણે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં 8 થી 10 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જે દેશોની આબોહવા ગરમ છે, ત્યાં ખાદ્યપદાર્થોનો બગાડ ઠંડા દેશો કરતાં ઘણો વધારે છે.

ખોરાકના બગાડ અંગે ચોંકાવનારા આંકડા

UNEP અનુસાર
વિશ્વમાં 10 ટકા (80 કરોડ) લોકો રોજ ભૂખ્યા સુવે છે 
દર વર્ષે વિશ્વમાં અંદાજે 250 કરોડ ટન અન્નનો બગાડ

નેશનલ હેલ્થ સર્વે અનુસાર
ભારતમાં રોજ 19 કરોડ લોકો ભૂખ્યા સુવે છે

NEP અનુસાર
ઘરોમાંથી 63 ટકા, રેસ્ટોરન્ટમાંથી 23 ટકા અને ફૂડ રિટેઈલ 
ચેનલ 13 ટકા અન્નનો બગાડ થાય છે.

FAO અનુસાર
ભારતમાં વાર્ષિક કુલ રૂ.92 હજાર કરોડ અન્નનો બગાડ, જે GDPના 1% બરાબર વિશ્વમાં એક તૃતીયાંશ અન્નનો બગાડ, જે 47 લાખ કરોડના નુકશાન બરાબર
અન્નનો બગાડ કાર્બન ઉત્સર્જનમાં 8-10% હિસ્સો ધરાવે છે
બગડેલા ખોરાકમાંથી ૩.૩ અબજ ટન ગ્રીનહાઉસ વાયુઓ વાતાવરણ ભળે છે


 

    follow whatsapp