નવી દિલ્હી : વિકસિત થવા માટે ખુબ જ તેજ ઝડપથી ટેકઓફ કરી રહેલા ભારત માટે એક ખુબ જ ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. આ દાવાના કારણે દરેક નાગરિક ઉપરાંત સરકાર પણ ચિંતામાં પડી શકે છે. એક અમેરિકી ઓન્કોલોજિસ્ટ ડોક્ટર જેમ અબ્રાહમે દાવો કર્યો કે, આગામી સમયમાં ભારતમાં કેંસર જેવી ગંભીર બિમારીઓની સુનામી આવશે. ઓન્કોલોજિસ્ટે તેની પાછળ ગ્લોબલાઇઝેશન, વધતી અર્થવ્યવસ્થા અને વૃદ્ધ થઇ રહેલી જનસંખ્યા અને લાઇફસ્ટાઇલમાં આવેલા પરિવર્તન જેવા કેટલાક મોટા કારણો ગણાવ્યા હતા.
ADVERTISEMENT
ભારતમાં ગંભીર બિમારીઓનો ટ્રેન્ડ વધી રહ્યો છે
ડોક્ટર અબ્રાહમનું કહેવું છે કે, જે પ્રકારે ગંભીર બિમારીઓ ભારત તરફ વધી રહી છે, તેને અટકાવવી ખુબ જ જરૂરી છે કે મેડિકલ ટેક્નોલોજીમાં વધારો કરવામાં આવે. અમેરિકાના ઓહિયોમાં ક્લીવલેંડ ક્લિનિકમાં ડિપાર્ટમેન્ટ ઓફ હેમોટોલોજી એન્ડ મેડિકલ ઓન્કોલોજીના પ્રમુખ ડોક્ટર જેમ અબ્રાહમે આ સદીમાં કેંસર કો રીશેપ કરવા માટે 6 જરૂરી ટ્રેન્ડ ગણાવ્યા હતા. તેમાં શરૂઆતી ત્રણ ટ્રેન્ડોમાં કેંસર અટકાવવા માટે વૈક્સીન, આ્ટિફિશિલય ઇન્ટેલિજન્સ, ડેટા ડિજિટલ ટેક્નોલોજીને વધારવા અને લિક્વિડ બાયોપ્સીનો સમાવેશ થાય છે.
ભારત માટે સૌથી મોટો પડકાર ગંભીર રોગો બની જશે
બીજી તરફ અન્ય ત્રણ ટ્રેડોમાં જીનોમિક પ્રોફાઇલિંગ, જીન એડિટિંગ ટેક્નોલોજીનો વિકાસ અને ઇમ્યૂનોથેરપી અને કાર ટી સેલ થેરેપીના નેક્સ્ટ જનરેશનનો સમાવેશ થાય છે. ડોક્ટર અબ્રાહમે કહ્યું કે, ભારત માટે સૌથી મોટો પડકાર છે. કેંસર જેવી બિમારીઓથી બચવા માટે લોકોને ટેક્નોલોજી સુધી પહોંચાડવી અને તેને અફોર્ડેબલ બનાવવી જરૂરી છે.
2040 સુધીમાં કેંસરનો હાહાકાર વધી જશે
ગ્બોલબ કેંસર ઓબ્જર્વેટરીના અનુસાર વર્ષ 2040 સુધીમાં વિશ્વમાં કેંસરનો હાહાકાર મચી જશે. 2040 સુધીમાં વિશ્વમાં કેંસરના દર્દીઓની સંખ્યા 2020 ની તુલનાએ 47 ટકા વધીને 2.80 કરોડ પ્રતિ વર્ષ સુધી પહોંચી જશે. વર્ષ 2020 માં કેંસરના આશરે 1.80 લાખ મામલાઓ સામે આવ્યા હતા. આશરે એક કોરડ લોકોને વિશ્વમાં આ બિમારીના કારણે મોત થશે.
મહિલાઓના બ્રેસ્ટ કેન્સર સૌથી મોટો પડકાર
અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાઓને થનારા બ્રેસ્ટ કેન્સર હાલના સમયમાં ફેફસાના કેન્સરને પાછળ છોડીને સૌથી આગળ આવી ચુક્યું છે. જો કે અત્યા રસુધી સૌથી વધારે મોત ફેફસાના કેન્સરના કારણે થઇ રહ્યા છે. જો કે હાલમાં પણ સૌથી વધારે મોત ફેફસાના કેન્સરના કારણે જ થાય છે.
કેન્સરની બિમારીનું સંશોધન અત્યંત મહત્વનું છે
ડોક્ટર અબ્રાહમનું માનવું છે કે, સફલ કેન્સર વેક્સીન આ બિમારીને અલગ અલગ સ્વરૂપે મ્હાત આપવામાં ખુબ જ મદદગાર સાબિત થશે. જો કે ગત્ત થોડા વર્ષોમાં અલગ અલગ કેંસર માટે વૈક્સીન તો બનાવાઇ છે, પરંતુ તમામ હાલ ટ્રાયલ પર છે. જો કે શરૂઆતી પરિણામો ખુબ જ સકારાત્મક રહ્યા છે. તેમણે જણાવ્યું કે, હાલમાં ક્લીવલેંડ ક્લિનિકની ટીમ પણ બ્રેસ્ડ કેન્સરની એક વેક્સિનની ટ્રાયલ કરી રહ્યું છે. અબ્રાહમના અનુસાર ટેક્નોલોજીનો ઉપયોગ માણસ કરતા પણ વધારે છે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા પણ બાયોપ્સીદરમિયાન સામાન્ય અને અસામાન્ય વેરિએશનની માહિતી વધારે સારી રીતે મળી શકે છે. જ્યારે વ્યક્તિ આ કામ પોતાની આંખોથી કરી શકે નહી.
આગામી સમયમાં બીમારીની ઓળખ માટે જિનોમિક ટેસ્ટિંગનું ચલણ વધશે
સમયની સાથે જિનેટિક પ્રોફાઇલિંગ અથવા ટેસ્ટિંગ દ્વારા બ્રેસ્ટ કેન્સર અને કોલન કૈંસરના શરૂઆતી સ્ટેજ પર ઓળખ કરવામાં આવી શકે છે. ડોક્ટર અબ્રાહમનું કહેવું છે કે, આગામી સમયમાં જિનોમિક ટેસ્ટિંગનો ઉપયોગ વધી જશે. ડોક્ટર અબ્રાહમે જણઆવ્યું કે, આ ટેક્નોલોજીનો ઉપયોગ બ્લડ પ્રેશર અથવા કોલેસ્ટ્રોલના મોનિટર કરવા અને ખાસ કરીને કેંસર સેલ્સને શોધીને માટે કરવામાં આવશે. આ ટેક્નોલોજી દ્વારા કેન્સરને સંપુર્ણ રીતે પહેલા જ ડોક્ટર તેની સારવાર કરી શકાશે.
લિક્વીડ બાયોપ્સી ખુબ જ જરૂરી બની ચુકી છે
ડૉક્ટર અબ્રાહમે કહ્યું કે, કેંસર માટે જોરદાર ટ્રીટમેન્ટની જરૂર છે. તેમણે કહ્યું કે, ઉભરતી લિક્વીડ બાયોપ્સી ટેક્નોલોજી દ્વારા માત્ર લોહીના ટીપાથી જ કેન્સરની ઓળખ થઇ શકશે. સમયે ઓળખ થશે તો સારવાર પણ યોગ્ય થશે. હાલમાં મહત્તમ કેસમાં જ્યારે માહિતી મળે છે ત્યા સુધીમાં ખુબ જ મોડુ થઇ ચુક્યું હોય છે.
ટેક્નોલોજી દ્વારા બચાવ કરવો ખુબ જ જરૂરી
બીજી તરફ ડોક્ટર અબ્રાહમે કહ્યું કે, જ્યારે આપણે કેંસરથી બચાવ અને તેની સારવાર માટે ટેક્નોલોજી વિકસિત કરીશું તો સંપુર્ણ ફોકસ કેન્સરને અટકાવવા અને બચાવ પર હશે. કેંસરથી બચવું હોય તો તંબાકુ, દારૂને સંપુર્ણ છોડવું જોઇએ. ડાયેટ અને ઇન્ફેક્શન્સ પર ધ્યાન રાખવું પડશે. હાલમાં કેન્સર થવાનું સૌથી સામાન્ય કારણ છે.
ADVERTISEMENT
