2 સિમ કાર્ડ રાખવા પર ચાર્જ ચૂકવવો પડશે? TRAIએ કરી સ્પષ્ટતા

હાલમાં 14 જૂનના રોજ ટેલિકોમ રેગ્યુલેટર TRAIએ એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે તે એકથી વધુ સિમ અને મોબાઈલ નંબર ધરાવતા ગ્રાહકો પાસેથી ચાર્જ લેવાનું વિચારી રહ્યા છે. TRAI એકથી વધારે સિમ કાર્ડના ઉપયોગ પર કોઈ ચાર્જ લેશે નહીં.

મલ્ટિપલ સિમકાર્ડ

Multiple SIM Cards Charge

follow google news

Multiple SIM Cards Charge : હાલમાં 14 જૂનના રોજ ટેલિકોમ રેગ્યુલેટર TRAIએ એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે તે એકથી વધુ સિમ અને મોબાઈલ નંબર ધરાવતા ગ્રાહકો પાસેથી ચાર્જ લેવાનું વિચારી રહ્યા છે. TRAI એકથી વધારે સિમ કાર્ડના ઉપયોગ પર કોઈ ચાર્જ લેશે નહીં. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ આ મુદ્દે તેની સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે ટેલિકોમ આઈડેન્ટિફાયર (TI) સંસાધનોના એકમાત્ર કસ્ટોડિયન હોવાને કારણે ટેલિકોમ વિભાગે સપ્ટેમ્બર 2022માં રેગ્યુલેટરનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો- સરકાર લાગુ કરશે નવો નિયમ! મોબાઈલ વાપરતા લોકો માટે સૌથી મોટા સમાચાર

આ દરમિયાન, દેશમાં ફોન નંબર સંસાધનોના કાર્યક્ષમ સંચાલન અને ન્યાયપૂર્ણ ઉપયોગ માટે સંશોધિત નેશનલ નંબરિંગ પ્લાન પર TRAI પાસેથી ભલામણો માંગવામાં આવી હતી. નિવેદન અનુસાર, TRAI એ નેશનલ નંબરિંગ પ્લાન (NNP) ના સુધારા પર તેનું કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું જેનો ઉદ્દેશ્ય ટેલિકોમ્યુનિકેશન આઇડેન્ટિફાયર (TI) સંસાધનોની ફાળવણી અને ઉપયોગને અસર કરતા તમામ પરિબળોનું મૂલ્યાંકન કરવાનો છે.

TRAI એ જણાવ્યું હતું કે તેનો હેતુ એવા સુધારા પ્રસ્તાવિત કરવાનો પણ છે જે ફાળવણી નીતિઓ અને ઉપયોગની પ્રક્રિયામાં સુધારો કરશે, જેથી વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો માટે TI સંસાધનોના પર્યાપ્ત અનામતની ખાતરી કરી શકાય. ટેલિકોમ રેગ્યુલેટરે જણાવ્યું હતું કે TRAI ગ્રાહકો પાસેથી બહુવિધ સિમ અથવા ફોન નંબર સંસાધનો માટે ચાર્જ લેવા માગે છે તેવી અટકળો તદ્દન ખોટી છે. આવા દાવાઓ પાયાવિહોણા છે અને માત્ર જનતાને ગેરમાર્ગે દોરે છે. પીટીઆઈ ભાષાના ઇનપુટ સાથે.
 

    follow whatsapp