અમેરિકામાંથી શિવાજી મહારાજની વિશાળ પ્રતિમાની ચોરી, આવડુ વિશાળ સ્ટેચ્યું ચોરાયું કોઇને ખબર જ નથી

અમદાવાદ : છત્રપતિ શિવાજી મહારાજનું એક અમેરિકામાં રહેલું સ્ટેચ્યું ચોરાઇ ગયાનો ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. ઉત્તર અમેરિકાના કેલિફોર્નિયાના સૈન જોસ સિટીના ગાર્ડનમાં આ સ્ટેચ્યુ…

gujarattak
follow google news

અમદાવાદ : છત્રપતિ શિવાજી મહારાજનું એક અમેરિકામાં રહેલું સ્ટેચ્યું ચોરાઇ ગયાનો ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. ઉત્તર અમેરિકાના કેલિફોર્નિયાના સૈન જોસ સિટીના ગાર્ડનમાં આ સ્ટેચ્યુ લગાવવામાં આવ્યું હતું. આ સિટીને પુણેની સિસ્ટર સિટી ગણવામાં આવે છે. જો કે હવે અહીંથી શિવાજી મહારાજનું સ્ટેચ્યું ગાયબ થઇ જતા ચકચાર મચી છે. સ્ટેચ્યું કાપીને ચોરી કરી લેવાયું હતું. સેન જોસ પાર્ક વિભાગે આ અંગે ટ્વીટ કરીને અધિકારીક રીતે માહિતી આપી છે. ટ્વીટમાં આ વાત અંગે અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

શિવાજી મહારાજનું સ્ટેચ્યુ ચોરાયું પણ કોઇને માહિતી નથી
ટ્વીટમાં કહેવામાં આવ્યું કે, શિવાજી મહારાજનું આ સ્ટેચ્યું ક્યારે ચોરી થઇ ગયું તે અંગે કોઇ માહિતી નથી. પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે. પોલીસ ચોરને શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ મુદ્દે મહારાષ્ટ્રમાં પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. અમેરિકાની સૈન જોસ સિટીને મહારાજનું આ સ્ટેચ્યું પુણે તરફથી ભેટ આપવામાં આવ્યું હતું.

સૈન જોસ પાર્ક પોલીસે જાહેરાત કરી
સૈન જોસ પાર્કના ગુઆડેલ્યૂપ રિવર પાર્ક તરફથી જાહેર કરેલી જાહેર માહિતી કહેવામાં આવ્યું છે કે, અમને જણાવતા દુખ થાય છે કે, ગુઆડેલ્યૂપ રિવર પાર્કમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ગુમ થઇ ચુકી છે. જો તમારી પાસે આ સ્ટેચ્યુને લઇ કોઇ પણ જાણકારી છે તો કૃપા કરીને SJPD નંબર 4082778900 પર જણાવો.

એનસીપી-કોંગ્રેસ સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું
આ સમાચારના પગલે મહારાષ્ટ્રમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. NCP કોંગ્રેસ નેતા રોહિત પવારે આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું કે, અભિયાન હેઠળ પુણે શહેરે શિવાજી મહારાજની આ પ્રતિમા અમેરિકાના સેન જોસ શહેરને આપી હતી. આ પ્રતિમા સેન જોસ શહેરના પાર્કમાં સ્થાપિત કરાઇ હતી. તેની ચોરી થવી ખુબ જ દુખની વાત છે. આ અમારા અને ત્યાં રહેતા મરાઠી જનતાની ભાવનાનો મુદ્દો છે. તેના માટે ઝડપથી તપાસ પુર્ણ કરવા અને ગુનેગારો પર કાર્યવાહી કરવા માટે મહારાષ્ટ્રની રાજ્ય સરકાર તત્પરતા દેખાડે અને ભારત વિદેશ વિભાગ તેના માટે યોગ્ય પ્રયત્ન કરે તે ખુબ જ જરૂરી છે.

    follow whatsapp