નવી દિલ્હી : મધ્યપ્રદેશના ખંડવાથી પતિ-પત્નીના સંબંધોને શમરજનક કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે, આંતરિક વિખવાદના કારણે પતિએ પત્નીનો બદલો લેવા માટે બેડરૂમમાં CCTV કેમેરો છુપાવીને લગાવી દીધો છે. ત્યાર બાદ પત્નીનો વિવાદાસ્પત વીડિયો રેકોર્ડ કરી તેને વાયરલ પણ કરી દીધો છે. પત્નીની ફરિયાદ પર પોલીસે પતિ પર આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
માંધાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની ઘટના
આ મામલો માંધાતા પોલીસ સ્ટેશન ક્ષેત્રના ઇનપુટ ગામનો છે. અહીંના રહેવાસે એક યુવકના આશરે બે વર્ષ પહેલા ઇન્દોરના રહેવાસી યુવતી સાથે લગ્ન કરી હતી. થોડા દિવસો બાદ બંન્ને વચ્ચે વિવાદ થવા લાગ્યો હતો. ત્યાર બાદ પત્નીએ પતિ પર કોર્ટમાં ભરણ પોષણનો કેસ નોંધીને અલગ રહેવા લાગ્યા હતા. ચાર મહીના પહેલા બંન્ને વચ્ચે સમજુતી થઇ અને બંન્ને સાથે રહેવા લાગ્યા હતા.
આપત્તિજનક વીડિયો મહિલાના પિતા-ભાઇને મોકલ્યા
થોડા દિવસો બાદ ફરીથી બંન્ને વચ્ચે વિવાદ થવા લાગ્યો હતો. પત્ની પીયર આવીને રહેવા લાગ્યા હતા. બીજી તરફ વ્યક્તિએ 9 ઓગસ્ટે પોતાની પત્નીનો અંગત વીડિયો વાયરલ કરી દીધો. એટલું જ નહી તેણે પોતાના સસરા અને સાળાને પણ આ વીડિયો મોકલ્યો હતો. ત્યાર બાદ પીડિતા અને તેના પરિવારજનોએ તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પરિવારજનોનું કહેવું છે કે, તેમના નૈતિક અને સામાજિક મુલ્યોને નક્કર પહોંચ છે, આરોપી પર કડક કાર્યવાહી કરવામાં આવે.
આ મામલે એસપીએ કહી મોટી વાત
આ મામલે એસપી સત્યેન્દ્ર શુક્લે જણાવ્યું કે, માંધાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે થયેલા વિવાદો બાદ પતિએ પત્નીના વિવાદાસ્પદ વીડિયોને પિયર પણ મોકલ્યા હતા. પીડિતા તરફથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. આ મામલો તેની અંગત પળોનું હનન પણ છે, તો આઇટી એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
(તસવીર પ્રતિકાત્મક છે)
ADVERTISEMENT
