Tesla Employee Attacked: એક રોબોટે ટેસ્લાની ટેક્સાસ ફેક્ટરીની અંદર એક કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યાં હાજર કર્મચારીઓએ ઈમરજન્સી સ્ટોપ બટન દબાવીને તેનો જીવ બચાવ્યો હતો.
ADVERTISEMENT
Tesla Employee Attacked: ઘણી હોલીવુડ સાયન્સ-ફાઈ ફિલ્મોમાં રોબોટ્સને વિલન તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મોમાં, રોબોટ્સ સમગ્ર વિશ્વને કબજે કરે છે. પછી માનવ જાતિને બચાવવા માટે, કેટલાક બહાદુર લોકો તેમની સાથે લડે છે અને વિશ્વને બચાવે છે. આ બધું ફિલ્મોમાં જોઈને ખૂબ જ સારું લાગે છે. પરંતુ, જો ખરેખર તમારી સાથે આવું કંઈક થાય તો? રોબોટ તમારા પર હુમલો કરે તો ! રોબોટ તમને મારશે અને તમને લોહી લુહાણ કરી મુકશે. આ ખરેખર બન્યું છે. તે પણ સુપ્રસિદ્ધ ઈ-કાર ઉત્પાદક ટેસ્લાની ફેક્ટરીની અંદર. તેના એક કર્મચારી પર રોબોટે હુમલો કર્યો અને તેનું લોહી વહી ગયું. કંપની બે વર્ષથી આ ઘટનાને દબાવી રહી હતી.
ટેસ્લા સોફ્ટવેર એન્જિનિયર પર હુમલો કરવામાં આવ્યો હતો
આ અકસ્માત ટેસ્લાના સોફ્ટવેર એન્જિનિયર સાથે થયો હતો. આ અકસ્માત 2021માં થયો હતો. પરંતુ, આ માહિતી તાજેતરમાં જ સામે આવી છે. મની કંટ્રોલ રિપોર્ટ અનુસાર, આ એન્જિનિયર ઓસ્ટિન, ટેક્સાસમાં ટેસ્લાની ફેક્ટરીમાં કામ કરતો હતો. આ દરમિયાન એક ખામીયુક્ત રોબોટે તેના પર હુમલો કર્યો હતો. એક પ્રત્યક્ષદર્શીએ ઇમરજન્સી સ્ટોપ બટન દબાવ્યું અને તેનો જીવ બચી ગયો.
રોબોટે તેના હાથ અને પીઠને ચુસ્તપણે પકડ્યા હતા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ એન્જિનિયર રોબોટને નિયંત્રિત કરવા માટે સોફ્ટવેરને પ્રોગ્રામ કરી રહ્યો હતો. તેણે બે એલ્યુમિનિયમ કટીંગ રોબોટ્સને અક્ષમ કર્યા હતા. જેથી તેના પર કામ કરી શકાય. પરંતુ ભૂલથી ત્રીજો રોબોટ નિષ્ક્રિય ન થઈ શક્યો. તેણે એન્જિનિયર પર હુમલો કર્યો અને તેને જમીન પર પટકી દીધો હતો. આ પછી તેના હાથ અને પીઠને કચકચાવીને પકડી લીધા હતા. કર્મચારી લોહીલુહાણ થઇ ગયો હતો. જો કે આ જોઈને ત્યાં હાજર કર્મચારીએ ઈમરજન્સી સ્ટોપ બટન દબાવી દીધું હતું. ત્યાર બાદ આ કર્મચારીને રોબોટની પકડમાંથી છોડાવ્યો હતો.
એન્જિનિયર બહાર દોડ્યો ત્યારે લોહીલુહાણ હતો
સ્થળ પર હાજર કર્મચારીઓએ જણાવ્યું કે, રોબોટની પકડમાંથી છુટ્યા બાદ જ્યારે એન્જિનિયર બહાર દોડ્યો તો તે લોહીલુહાણ હાલતમાં હતો. આ ઘટનાની જાણ ટ્રેવિસ કાઉન્ટીના અધિકારીઓ અને આરોગ્ય એજન્સીઓને કરવામાં આવી હતી. આ જાણ કરતી અરજીની એક નકલ બહાર આવી છે. આ મુજબ એન્જિનિયરના શરીર પર ખુલ્લા ઘા હતા, જે કોઈ ધારદાર વસ્તુથી કાપવાના કારણે થયા હતા.
ટેસ્લાએ આ અહેવાલ પર ટિપ્પણી ટાળી
જો કે ટેસ્લાએ હજુ સુધી આ રિપોર્ટ પર કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ, યુએસ હેલ્થ એન્ડ સેફ્ટી એડમિનિસ્ટ્રેશનને સુપરત કરાયેલા રિપોર્ટ અનુસાર, ટેસ્લાની ટેક્સાસ ફેક્ટરીમાં દર 21 માંથી 1 કર્મચારી છેલ્લા એક વર્ષમાં કોઈને કોઈ કારણોસર ઘાયલ થયો છે.
ADVERTISEMENT
