લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ગટગટાવી ઝેરી દવા, હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન

Ganesamoorthy Passed Away: તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે.

લોકસભાની ટિકિટ કપાતા સાંસદે ઝેરી દવા પીધી

Ganesamoorthy Passed Away

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

MDMKના સાસંદ એ.ગણેશમૂર્તિનું અવસાન

point

હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન

point

ટિકિટ ન મળતા પીધી હતી ઝેરી દવા

Ganesamoorthy Passed Away: તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે. લોકસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા તેઓ નારાજ હતા અને તેમણે રવિવારે (24 માર્ચ, 2028) ઝેરી દવાને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

રવિવારે પીધી હતી જંતુનાશક દવા

ઝેર પીધા બાદ ગણેશમૂર્તિને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની હાલત વધુ ખરાબ થતાં તેમને કોઈમ્બતુરની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું નિધન થયું. ન્યૂઝ એજન્સી INSએ ગણેશમૂર્તિના સંબંધીઓને ટાંકીને જણાવ્યું કે ગણેશમૂર્તિએ રવિવારે જંતુનાશક દવા પી લીધી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું.

આ વખતે કોને અપાવામાં આવી છે ટિકિટ?

આ ચૂંટણીમાં MDMKના સ્થાપક વાઈકોએ તેમના પુત્ર દુરાઈ વાઈકોની ઉમેદવારી પર ભાર આપ્યો અને ખાતરી કરી કે MDMKને ઈરોડને બદલે તિરુચી સીટ મળે. 2019ની લોકસભા ચૂંટણીમાં એ.ગણેશમૂર્તિએ AIADMK ઉમેદવાર જી મણિમારણને 2,10,618 મતોથી હરાવ્યા હતા.

ગણેશમૂર્તિની જગ્યાએ કે.ઈ પ્રકાશને ઉતાર્યા છે મેદાને

ડીએમકે મોરચાએ ગણેશમૂર્તિની જગ્યાએ યુવા નેતા કે.ઈ પ્રકાશને ઈરોડથી મેદાનમાં ઉતાર્યા છે. પ્રકાશને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનના નજીકના માનવામાં આવે છે. 


 

    follow whatsapp