Shivraj Singh Chauhan ‘કંઈક માંગતા પહેલા મરવાનું પસંદ કરીશ’, દિલ્હી જવાની વાત પર ‘મામા’નું છલકાયું દર્દ

Shivraj Singh Chauhan News: મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી હવે મોહન યાદવ હશે. શિવરાજ સિંહ ચૌહાણે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તેમને પૂરો વિશ્વાસ છે…

gujarattak
follow google news

Shivraj Singh Chauhan News: મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી હવે મોહન યાદવ હશે. શિવરાજ સિંહ ચૌહાણે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તેમને પૂરો વિશ્વાસ છે કે મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વમાં ભાજપ સરકાર ચાલી રહેલા કામને ઝડપી ગતિએ પૂર્ણ કરશે. આ દરમિયાન, એક પ્રશ્નના જવાબમાં, તેમણે કહ્યું કે કંઈક માંગવા જતા પહેલા, તે મરી જવું વધુ સારું સમજશે.

દિલ્હી જવા પર શું કહ્યું શિવરાજ ચૌહાણે?

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “હું વિનમ્રતા સાથે કહેવા માંગુ છું કે મારે કંઈપણ માંગવું નથી. હું કંઈપણ માંગતા પહેલા મરી જવું વધું સારું સમજીશ. તેથી જ મેં કહ્યું હતું કે હું દિલ્હી નહીં જાઉં…”

મહિલાઓને મળ્યા બાદ ભાવુક થયા શિવરાજ

શિવરાજ સિંહ ચૌહાણે મહિલાઓ માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી. શિવરાજની ઓફિસે આ કોન્ફરન્સ પહેલા એક વીડિયો શેર કર્યો હતો, જેમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા શિવરાજ સિંહ ચૌહાણ મહિલાઓને મળ્યા બાદ ભાવુક થઈ ગયા હતા. વીડિયોમાં તે મહિલાઓને તેમના માથા પર હાથ રાખીને શાંત કરતા જોવા મળાયો હતા.

લોકોને વધુ સારી સેવા પર ધ્યાન આપીશું: મોહન યાદવ

બીજી તરફ, મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન-નિયુક્ત મોહન યાદવે બુધવારે કહ્યું કે, અહીંથી તેમનું ધ્યાન બીજેપી રાજ્યના લોકોને વધુ સારી રીતે કેવી રીતે સેવા આપી શકે તેના પર છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનવા અંગે તેમની લાગણીઓ વિશે પૂછવામાં આવતા મોહન યાદવે કહ્યું કે, “હું આ વાતોને દિલ પર નથી લેતો, હું પાર્ટીનો એક સામાન્ય સભ્ય છું અને મેં મારા જીવનના અન્ય દિવસની જેમ આ સમાચાર લીધા.” પરંતુ એ વાત સાચી છે કે મને જવાબદારીનું પદ આપવામાં આવ્યું છે અને હવે હું કેવી રીતે લોકોની સેવા કરી શકીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું.

જણાવી દઈએ કે સોમવારે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં ઓબીસી નેતા અને ત્રણ વખતના ધારાસભ્ય મોહન યાદવને મધ્યપ્રદેશના આગામી મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

    follow whatsapp