Sharad Pawar: અજિત પવાર મુદ્દે શરદ પવારે ફેરવી તોળ્યું, ભાજપે વ્યંગ કર્યો જાણો સમગ્ર મામલો

Krutarth

• 06:19 PM • 25 Aug 2023

Sharad Pawar On Ajir Pawar: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) ચીફ શરદ પવાર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર મુદ્દે ગુલાટ મારી હતી. Sharad Pawar Vs Ajit…

Ajit Pawar and Sharad pawar

Ajit Pawar and Sharad pawar

follow google news

Sharad Pawar On Ajir Pawar: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) ચીફ શરદ પવાર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર મુદ્દે ગુલાટ મારી હતી. Sharad Pawar Vs Ajit Pawar ની જંગનો આખરે અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. શરદ પવારે દાવો કર્યો કે, મે અજિત પવારને પાર્ટીના નેતા નથી કહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, અજિત પવારના નેતૃત્વમાં આઠ ધારાસભ્યોએ એનસીપી સાથે 2 જુલાઇના રોજ બળવો કર્યો હતો. આ લોકો ભાજપ અને એકનાથ શિંદેની ગઠબંધનવાળી સરકારમાં જોડાઇ ચુક્યા છે, ત્યાર બાદથી અજિત પવાર અને શરદ પવાર એનસીપી પર પોતાનો દાવો કરી રહ્યા છે.

આ પણ વાંચો

શરદ પવારે જણાવ્યું કે પાર્ટીમાં કોઇ જ ફાડ નથી

પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે શુક્રવારે પહેલા કહ્યું હતું કે, પાર્ટીમાં કોઇ ફુટ નથી અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર પાર્ટીના નેતા યથાવત્ત રહેશે. તેમણે એવું પણ કહ્યું કે, કેટલાક નેતાઓએ અલગ અલગ રાજનીતિક વલણ અપનાવીને એનસીપી છોડી દીધું છે, જો કે તેને પાર્ટીમાં ફાડ ન કહી શકાય.

સુપ્રિયા સુલે પણ સમાધાનકારી સુર આલાપી ચુક્યા છે

એનસીપીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ પણ હાલમાં જ કહ્યું હતું કે, અજિત પવાર પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય છે. તેમણે કહ્યું કે, અજિત પવારે એક એવું વલણ અપનાવ્યું છે જે પાર્ટીની વિરુદ્ધ છે. અમે વિધાનસભા અધ્યક્ષને ફરિયાદ આપી છે કે, તેમની પ્રતિક્રિયાની રાહ જોઇ રહ્યા છીએ. અજિત પવારની એનસીપીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ કહ્યું કે, પાર્ટીમાં રેંક અંગે કોઇ કન્ફ્યુઝન નથી. અમે સરકારના તમામ કાયદા રસ્તા જાણ્યા બાદ જોડાયા હતા.

ઉદ્ધવ ઠાકરે પણ અચાનક આક્રમક થવા લાગ્યું

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે તટકરેના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, એનસીપીમાં તુટ નથી તો તેઓ કયા ખેમાના નેતા છે. તેમને પ્રદેશ અધ્યક્ષ કોણે બનાવ્યા છે? ભાજપ નેતા પ્રવીણ દરેકરે કહ્યું કે, શરદ પવારનું નિવેદન દેખાડે છે કે, અજિત પવારે જે પણ કર્યું તે યોગ્ય હતું. તેઓ કહે છે કે, અજિત પવાર જુથ પોતના ફોટોનો ઉપયોગ કરે. પાર્ટી એક છે તો એવું કહેવાની તેમને જરૂર નથી.

    follow whatsapp