મતદારોમાં ઉત્સાહ જોઈ ભાજપની જીત નક્કી, રેકોર્ડ બ્રેક લીડથી જીતશે- પ્રવીણ માળી

Parth Vyas

• 05:02 AM • 05 Dec 2022

બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ મતદાન કરી દીધું છે. આની સાથે જ વિવિધ ભાજપ અને કોંગ્રેસના…

gujarattak
follow google news

બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ મતદાન કરી દીધું છે. આની સાથે જ વિવિધ ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજો પણ મેદાનમાં ઉતરી આવ્યા છે. તેમણે પણ પોતાનો મત આપ્યો હતો. આ દરમિયાન ડીસામાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીએ મતદાન કર્યું છે. તેમણે નજીકની શાળામાં જઈને પોતાનો કિમતી મત આપ્યો હતો.

આ પણ વાંચો

પ્રવીણ માળીએ કર્યું મતદાન…
ડીસામાં ભાજપનાં ઉમેદવાર પ્રવીણ માળીએ મતદાન કર્યું છે. તેઓ ઝવેરી નગર પ્રાથમિક શાળામાં પોતાનો કિમતી મત આપવા માટે પહોંચ્યા હતા. તેમણે ત્યારપછી કહ્યું કે મતદારોનો ઉત્સાહ જોતા ભાજપની જીત નક્કી જ છે. આની સાથે જ તેમણે કહ્યું કે ભાજપ અત્યારસુધીની લીડનો રેકોર્ડ તોડી નાખશે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ મતદાન કર્યું હતું. મતદાન મથક પર ગ્રામજનોએ હાર પહેરાવી ભરતસિંહ સોલંકીનું સ્વાગત કર્યું હતુ. વધુને વધુ મતદાન કરવા ભરતસિંહ સોલંકીએ અપીલ કરી હતી.8 ડિસેમ્બરે કોંગ્રેસ બહુમતી સાથે સત્તામાં આવશે એવું જણાવ્યું હતું.

અમિત ચાવડાએ કર્યું મતદાન
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને આંકલાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ મતદાન કર્યું. અમિત ચાવડાએ તેમના પત્ની સાથે આંકલાવ કેશવપુરા પ્રાથમિક શાળામાં મતદાન કરવા પહોંચ્યા હતા.

With Input: ધનેશ પરમાર

    follow whatsapp