RAHUL GANDHI ના ઘરે પહોંચી પોલીસ, હાથો હાથ નોટિસ આપીને કહ્યું મહિલા અંગે માહિતી આપો

નવી દિલ્હી : દિલ્હી પોલીસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ આપીને તેમને શારીરિક શોષણની ફરિયાદ કરનારા પીડિતોની વિગતો આપવા જણાવ્યું છે. મળતી માહિતી અનુસાર…

gujarattak
follow google news

નવી દિલ્હી : દિલ્હી પોલીસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ આપીને તેમને શારીરિક શોષણની ફરિયાદ કરનારા પીડિતોની વિગતો આપવા જણાવ્યું છે. મળતી માહિતી અનુસાર આ નોટિસ દિલ્હી પોલીસે રાહુલ ગાંધીના ઘરે જઇને હાથોહાથ આપી હતી. રાહુલ ગાંધીએ જો કે માત્ર નોટિસ સ્વિકારી હતી આ અંગે કોઇ અધિકારીક નિવેદન આપ્યું નથી. હાલ તો પોલીસે રાહુલ ગાંધીને માહિતી શેર કરવા માટે નોટિસ આપી છે. અત્રે નોંધનીય છે કે, નવી દિલ્હી પોલીસના અધિકારીઓ નોટીસનો કાગળ લઈને રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યાં હતા.

રાહુલ ગાંધીએ પીડિતા અંગે માહિતી આપીને પોલીસની મદદ કરવી જોઇએ
આ નોટિસમાં ઉલ્લે્ખ કરવામાં આવ્યો હતો કે, રાહુલ ગાંધીએ પોલીસને એવી પીડિતાઓની માહિતી આપવી જોઈએ કે જેની પર તેમના દાવા અનુસાર રેપ થયો હતો. પોલીસનું એવું પણ માનવું છે કે, રાહુલ ગાંધીએ જે રેપ પીડિતાની વાત કરી હતી તેની વિગતો આપવી જોઈએ. જેથી કરીને તેને રક્ષણ આપી શકાય અને આવું કૃત્ય કરનારા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી શકાય. પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટની નોંધ લઇને રાહુલ ગાંધીને નોટિસની સાથે સાથે કેટલાક સવાલોની યાદી મોકલી છે.

ભારત જોડો યાત્રા દરમિયાન કરેલા નિવેદનનું પોલીસે રહી રહીને સંજ્ઞાન લીધું
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનગરમાં રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, મેં સાંભળ્યું હતું કે મહિલાઓનું યૌન શોષણ, શારીરિક શોષણ કરવામાં આવી રહ્યું છે. “એક કેસમાં, મેં એક છોકરીને પૂછ્યું, તેના પર બળાત્કાર થયો, મેં તેને પૂછ્યું કે શું આપણે પોલીસને બોલાવવી જોઈએ, તેણે કહ્યું કે પોલીસને બોલાવશો નહીં, હું બદનામ થઈ જઈશ.હવે આ મુદ્દે પોલીસ એક્શનમાં આવી છે. રાહુલ ગાંધીને તે મહિલા અંગે માહિતી આપવા અપીલ કરી છે. જેથી તે મહિલાને ન્યાય અપાવી શકાય.

 

    follow whatsapp