Gujarat માં સ્પા પર પોલીસનો સપાટો, 1546 સ્થળે દરોડા, 242 સામે ગુનો દાખલ

ગાંધીનગર : હોટલ અને સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા પર પોલીસ અને સરકાર સફાળી જાગી છે. રાજ્યમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવાની સ્પેશિયલ ડ્રાઇવમાં બે…

Gujarat Police

Gujarat Police

follow google news

ગાંધીનગર : હોટલ અને સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા પર પોલીસ અને સરકાર સફાળી જાગી છે. રાજ્યમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવાની સ્પેશિયલ ડ્રાઇવમાં બે દિવસમાં 1546 સ્થળોએ રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. 242 આરોપીઓ સામે ગુના દાખલ કરી 169 એફઆઈઆર નોંધવામાં આવી છે. 150 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 32 જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા કાર્યવાહી પણ કરવામાં આવી છે.

હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહવ્યાપારની પ્રવૃતિ પર લાલ આંખ

હોટલ અને સ્પા સેન્ટરની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવા અંગેની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે ત્યારે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન અલગ અલગ 1546 સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા આ કાર્યવાહી શરૂ જ રાખવામાં આવશે

રાજ્યભરમાં પોલીસે 242 આરોપીઓ સામે 169 ગુના દાખલ કરી 150 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા 32 જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા જ સમયમાં પોલીસ દ્વારા સ્પા સેન્ટરો પર સપાટો બોલી રહ્યો છે.

    follow whatsapp