Viral Video News: દિલ્હીમાં એક બિલ્ડિંગના બીજા માળેથી એર કંડિશનર (AC)નું આઉટડોર યુનિટ પડતાં એક 18 વર્ષીય યુવકનું દુઃખદ મૃત્યુ થયું છે અને તેનો એક મિત્ર ઈજાગ્રસ્ત થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્ત પ્રાંશુ (17) હાલમાં સારવાર હેઠળ છે અને તે નિવેદન આપવાની સ્થિતિમાં નથી.
ADVERTISEMENT
દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ડોરીવાલન વિસ્તારમાં જિતેશ એક સ્કૂટી પર બેઠો હતો અને પ્રાંશુ સાથે વાત કરી રહ્યા હતો, ત્યારે એસીનું આઉટડોર યુનિટ તેમની ઉપર ધડામ કરતું પડ્યું, જેથી બંને ઈજાગ્રસ્ત થઈ ગયા.
સ્કૂટી પર બેઠેલા યુવકનું મૃત્યુ
પોલીસે જણાવ્યું કે, દુર્ઘટનામાં બંને મિત્રો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સ્કૂટી પર બેઠેલાં યુવક જિતેશને મૃત જાહેર કરવામાં આવ્યો. તેના મિત્રના હાથમાં ઈજા થઈ છે. જોકે તે જોખમની બહાર છે.
પોલીસે તપાસ હાથ ધરી
પોલીસે જણાવ્યું કે, 18 વર્ષીય જિતેશ ડોરિવલનનો રહેવાસી હતો, જ્યારે 17 વર્ષીય ઘાયલ પ્રાંશુ પટેલ નગરનો રહેવાસી હતો. દિલ્હી પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. ડીજીબી રોડ પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર ફોરેન્સિક ટીમે ઘટનાની તપાસ કરી છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ADVERTISEMENT
