ભાર્ગવી જોશી.જૂનાગઢઃ જૂનાગઢના કેશોદમાં ઓજતના પાણી પરિવર્તન મોટાભાગના ગામડાઓ પાણીમાં ઘરકાવ થઈ ગયા છે ત્યારે ખેતરોમાં કામ કરતા ખેડૂતો ભારે મુશ્કેલમાં છે. સુત્રેજ ગામમાં અચાનક પાણી આવી જતા ખેતરમાં કામ કરેલા બે ખેડૂતો ફસાઈ ગયા હતા. બંને જણાએ જીવ બચાવવા વીજ પોલનો આશરો લીધો અને પોલ પર ચડી ગયા હતા. તંત્રને આ અંગે જાણ કરવામા આવતા તંત્ર દોડતું થયું હતું. તાત્કાલિકની ટીમ બોલાવી સુતરેજ ગામે મોકલવામાં આવી હતી.
ADVERTISEMENT
NDRFનો ભરપૂર પ્રયાસ પણ…
એનડીઆરએફની ટીમે બંને ખેડૂતોને બચાવવા માટે ભરપૂર કોશિશ કરી અને નાવ દ્વારા સાબલી નદીમાં ઝંપલાવ્યું પણ સાંભળી નદીનું પાણી ઉફાણ પણ હોય ભારે તે જ પ્રવાહ વહેતો હતો. જેથી એનડીઆરએફની ટીમ 10 ફૂટ પાણીમાં આગળ ના વધી શકી અને ભારે પ્રયાસો પછી આખરે પરત ફરી હતી.
પારો ઉપરઃ જામનગરમાં ઘરોમાં પાણીથી પરેશાન લોકોએ કર્યો ચક્કાજામ, રિવાબાનો ઘેરાવો- Video
આખરે હેલિકોપ્ટર મગાવાયું
સુત્રેજ ગામના બે ખેડૂતો ધસમસતા પાણી વચ્ચે વીજપોલના સહારે પોતાનો જીવ બચાવી રહ્યા હતા. દરમિયાન એનડીઆસએફના ભારે પ્રયત્નો પછી પણ તેમને બચાવી શકાય તેમ ન્હોતું. આખરે તંત્રએ તાત્કાલિક હેલિકોપ્ટરની માંગ કરી અને હેલિકોપ્ટર આવતા જ બંને ખેડૂતોને રિસ્ક્યુ કરી જામનગર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
8 કલાક જીવ બચાવવા વીજ પોલ પર લટક્યા
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા સુતરેજ ગામમાં અધિક ભારે વરસાદના કારણે પાણીના વહેણમાં ફસાયેલા બે નાગરિકોને એરફોર્સની ટીમે રેસ્ક્યું કરીને સલામત રીતે જામનગર શિફ્ટ કર્યા છે. બંને રહેશો છેલ્લા આઠેક કલાકથી વીજ થાંભલા ઉપર ચીપકીને ઉભા હતા. બંને નાગરિકોને જામનગર એરફોર્સ ખાતે લઈ જઈ તેમને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે.
ADVERTISEMENT
