મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની તબિયત નાદુરસ્ત, હોસ્પિટલમાં સારવાર હેઠળ

Nawab Malik Hospitalised: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ પવાર)ના નેતા નવાબ મલિકની તબિયત નાદુરસ્ત થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.

NCP નેતા નવાબ મલિકને હોસ્પિટલમાં દાખલ કરાયા

Nawab Malik Hospitalised

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

NCP નેતા નવાબ મલિકની તબિયત નાદુરસ્ત

point

સારવાર માટે કુર્લાની હોસ્પિટલમાં ખસેડાયા

point

તેમની દીકરી દ્વારા પુષ્ટિ કરવામાં આવી

Nawab Malik Hospitalised: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ પવાર)ના નેતા નવાબ મલિકની તબિયત નાદુરસ્ત થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. જેથી તેઓેને સારવાર માટે કુર્લા ખાતે આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં નવાબ મલિકને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, તેમને લગભગ 10.30 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલમાં

NCP નેતા નવાબ મલિકની અચાનક તબિયત લથડી છે. તેઓને શ્વાસ લેવામાં તકલીફ થતાં કુર્લાની કીર્તિકર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. નવાબ મલિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાની માહિતીની તેમની દીકરી દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. 

જામીન પર જેલની બહાર છે નવાબ મલિક

અત્રે ઉલ્લેખનીય છે કે મની લોન્ડ્રીંગ (Money Laundering) કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદથી તેઓ મેડિકલ આધાર પર વચગાળાના જામીન પર જેલની બહાર છે. અત્યારે નવાબ મલિક અજીત પવારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) પાર્ટીમાં છે.

    follow whatsapp