PM Modi Oath Ceremony : નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા મોદી કેબિનેટના સંભવિત મંત્રીઓને ફોન આવવા લાગ્યા છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે કંઈ જાહેર થયું નથી. સૂત્રોને ટાંકીને સમાચાર સામે આવી રહ્યા છે ભાજપ નેતા પીયૂષ ગોયલ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, JDS નેતા કુમારસ્વામી, HAM કે જીતન રામ માંઝી, RLD નેતા જયંત ચૌધરી, LJP (R) ચીફ ચિરાગ પાસવાન, JDU નેતા રામનાથ ઠાકુર અને અપના દળના અનુપ્રિયા પટેલને કહેવામાં આવ્યું હતું કે તેઓ કેબિનેટના શપથ લેવાના છે.
ADVERTISEMENT
આ સાંસદોને અત્યાર સુધીમાં આવ્યા ફોન
- રાજનાથ સિંહ - ભાજપ
- નીતિન ગડકરી - ભાજપ
- પીયૂષ ગોયલ - ભાજપ
- જ્યોતિરાદિત્ય સિંધિયા - ભાજપ
- જીતનરામ માંઝી - હમ
- કુમારસ્વામી - જેડીએ
- રામનાથ ઠાકુર - જેડીયુ
- અનુપ્રિયા પટેલ - અપના દળ(એસ)
- જયંત ચૌધરી - આર.એલ.ડી
- મોહન નાયડુ - ટીડીપી
- પી ચંદ્રશેખર પેમ્માસાની - ટીડીપી
તમને જણાવી દઈએ કે, ચિરાગ પાસવાનની પાર્ટી LJP(R)એ બિહારની 5 સીટો પર ચૂંટણી લડી હતી અને પાંચેય સીટો પર જીત મેળવી હતી. ચિરાગ પાસવાન પોતે હાજીપુરથી ચૂંટણી જીત્યા છે. નાગપુરથી ચૂંટણી જીતીને નીતિન ગડકરી ફરી એકવાર સંસદમાં પહોંચ્યા છે. ગડકરી સતત બે ટર્મ સુધી મોદી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. જેડીયુ સાંસદ રામનાથ ઠાકુર રાજ્યસભાના સભ્ય છે.
અનુપ્રિયા પટેલના અપના દળ (સોનેલાલ)એ બે બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી અનુપ્રિયા પટેલ પોતાની બેઠક જીતી શક્યા હતા. જ્યારે જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર)ના ખાતામાં NDAમાંથી એક જ સીટ ગઈ હતી અને તે સીટ (ગયા)થી તેઓ પોતે ચૂંટણી લડ્યા અને જીતીને સંસદ પહોંચ્યા છે. જયંત ચૌધરીની પાર્ટીને 2 સીટો મળી હતી અને બંને સીટો પર તેમની પાર્ટીનો વિજય થયો હતો. જયંત ચૌધરી પોતે રાજ્યસભાના સાંસદ છે.
આ સાંસદો TDP ક્વોટામાંથી મંત્રી બનશે
ટીડીપીએ તેના ક્વોટાના મંત્રીઓના નામ જાહેર કર્યા છે. TDP નેતા જયદેવ ગલ્લાએ એક્સ પર પોસ્ટ કર્યું કે તેમની પાર્ટીને મોદી 3.0 મંત્ પરિષદમાં એક કેબિનેટ અને એક રાજ્ય મંત્રીનો બર્થ મળ્યો છે. ત્રણ વખતના સાંસદ રામ મોહન નાયડુ ટીડીપી ક્વોટામાંથી નવા રચાયેલા કેન્દ્રીય કેબિનેટમાં કેબિનેટ મંત્રી હશે અને પી ચંદ્રશેખર પેમ્માસાની રાજ્ય મંત્રી હશે.
શપથ પહેલા મંત્રી પરિષદના સભ્યોને મળશે નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરે તે પહેલા મોદી કેબિનેટના સંભવિત મંત્રીઓ સુધી ફોન આવવા લાગ્યા છે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ જાહેર થયું નથી. સૂત્રોને ટાંકીને સમાચાર સામે આવી રહ્યા છે ભાજપ નેતા પીયૂષ ગોયલ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, JDS નેતા કુમારસ્વામી, HAM કે જીતન રામ માંઝી, RLD નેતા જયંત ચૌધરી, LJP (R) ચીફ ચિરાગ પાસવાન, JDU નેતા રામનાથ ઠાકુર અને અપના દળના અનુપ્રિયા પટેલને કહેવામાં આવ્યું હતું કે તેઓ કેબિનેટના શપથ લેવાના છે.
ગોઠવવામાં આવ્યો છે લોખંડી બંદોબસ્ત
નવી દિલ્હી વિસ્તાર આગામી બે દિવસ સુધી નો ફ્લાઈંગ ઝોન રહેશે. દિલ્હી પોલીસના ત્રણ હજાર જવાનો, અર્ધલશ્કરી દળોની 15 કંપનીઓ, NSG, SPG અને ઈન્ટેલિજન્સ વિંગના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સાંજે 5 વાગ્યાથી મહેમાનો રાષ્ટ્રપતિ ભવન પહોંચવાનું શરૂ કરશે. શપથ ગ્રહણ 7:15 વાગ્યે શરૂ થશે.
ADVERTISEMENT
