નવી દિલ્હી : મણિપુરમાં મંગળવારે વિધાનસભા સત્રની થોડી મિનિટો જ ચાલ્યું હતું. ત્રણ મેના રોજ પ્રદેશમાં ભડકેલી હિંસા બાદ પહેલીવાર હતું જ્યારે વિધાનસભા ચાલી હતી. માત્ર 11 મિનિટ સુધી ચાલેલી વિધાનસભામાં ચંદ્રયાન-3 પર તરો ચર્ચા થઇ, જો કે મણિપુરની સ્થિતિ પર કોઇ જ વાત થઇ જ નહોતી. જો કે સત્રના અંતે પ્રદેશમાં વાતચીત અને સંવૈધાનિક પદ્ધતીઓને શાંતિથી સ્થાપિત કરવા અંગે પ્રસ્તાવ પાસ કર્યો હતો.
ADVERTISEMENT
વિધાનસભાના એક દિવસીય સત્રના આયોજનથી આશ્ચર્ય
વિધાનસભાનું એક દિવસીય સત્ર સંવૈધાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બોલાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના બે સત્રો વચ્ચે છ મહિના કરતા વધારે અંતર ન હોવું જોઇએ. મણિપુર મામલે આ સમય સીમાને બે સ્પટેમ્બર સુધીમાં પુર્ણ થઇ રહી છે. જેવી આશા હતી, 60 સભ્યોની વિધાનસભામાંથી 10 કુકી- જોમી ધારાસભ્યોએ અંતર જાળવ્યું હતું. આ ધારાસભ્યોએ પહેલા જ કહ્યું હતું કે, તેઓ સુરક્ષા કારણોથી ઇમ્ફાલ આવી શકે તેમ નથી. આ ઉપરાંત 10 નાગા ધારાસભ્યો સહિત તમામ સભ્યો સત્રમાં હાજર હતા.
કાર્યસુચીમાં માત્ર બે જ કામ
વિધાનસભા સચિવ દ્વારા બહાર પડાયેલી યાદીમાં માત્ર બે કામ હતા. એક શ્રદ્ધાંજલી સંદર્ભ જેમાં અધ્યક્ષ પાંચ પુર્વ ધારાસભ્યો અને એક વિધાનસભા સચિવના નિધન પર એક પ્રસ્તાવ રજુ કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી બીરેન સિંહ દ્વારા કાર્યમંત્રણા સમિતીની રિપોર્ટ પ્રસ્તુત કરવાનો પણ તેમા સમાવેશ થાય છે. સવારે 11 વાગ્યે સત્ર શરૂ થવા અને વિધાનસા અધ્યક્ષ થોકચોમ સત્યબ્રતે પોતાના સ્થાન પર બેસ્યાની તુરંત બાદ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અને મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઇબોબી સિંહે વિરોધમાં બોલવાનું શરૂ કરી દીધું કે સત્ર કઇ રીતે બોલાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ મજાક છે? તેમણે એક દિવસ સુધી ચાલનારા વિધાનસભા સત્ર અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. નિયમિત સત્ર માટે રાજ્યપાલ દ્વારા સમન માધ્યમથી ઓછામાં ઓછા 15 દિવસ પહેલા નોટિસની જરૂર હોય છે, જે આ મામલે ઇશ્યું કરવમાં આવ્યું નહોતું.
ADVERTISEMENT
