મહારાષ્ટ્રઃ ગોંદિયામાં પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. એક પેસેન્જર ટ્રેને માલગાડીને જોરદાર ટક્કર મારી દીધી હતી. જેના પરિણામે આ દુર્ઘટનામાં 3 ટ્રેનના ડબ્બા ટ્રેક પરથી નીચે પટકાઈ ગયા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં 50થી વધુ પેસેન્જરોને ઈજા પહોંચી છે.
ADVERTISEMENT
રાજસ્થાન જતી ટ્રેનનો અકસ્માત
મંગળવારે મોડી રાત્રે લગભગ અઢી વાગ્યે એક ટ્રેનના 3 ડબ્બા ટ્રેક પરથી અચાનક ઉતરી ગયા હતા. જેમાં 50થી વધુ પેસેન્જરો હતા. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન દરેકને ઈજા પહોંચી છે પરંતુ રાહતની વાત એ છે કે કોઈનું મોત નીપજ્યું નથી. આ દુર્ઘટનાગ્રસ્ત ટ્રેન છત્તીસગઢથી બિલાસપુર અને ત્યાંથી રાજસ્થાનના જોધપુર જઈ રહી હતી.
પાછળથી ટ્રેને મારી જોરદાર ટક્કર
આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત પેસેન્જરોને ગોદિયા જિલ્લાની સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા છે. આ ઘટના મોડી રાત્રે ઘટી હતી. જેમાં બંને ટ્રેન એક જ દિશામાં જઈ રહી હતી. આ દરમિયાન ભગત કી કોઠી નામની ટ્રેનને ગ્રિન સિગ્નલ મળ્યા પછી તે આગળ વધી હતી, તો બીજી બાજુ ગોંદિયા શહેરથી પહેલા માલગાડીને કોઈપણ સિગ્નલ ન મળતા ત્યાં જ થંભી ગઈ હતી. જેના કારણે ભગત કી કોઠી ટ્રેનને તેને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી.
ADVERTISEMENT
