MP: ઉજ્જૈનમાં Sardar Patel ની પ્રતિમાને ટ્રેક્ટરથી ખેંચીને નીચે પાડી દેવામાં આવી, પોલીસ માત્ર જોતી રહી!

Yogesh Gajjar

• 01:50 PM • 25 Jan 2024

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમાને નીચે પાડી દેવામાં આવી. બે જૂથો વચ્ચે સરદાર પટેલ અને ડો. આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો…

gujarattak
follow google news
  • મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમાને નીચે પાડી દેવામાં આવી.
  • બે જૂથો વચ્ચે સરદાર પટેલ અને ડો. આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો
  • ઘટના બાદ બે જૂથોમાં સામ સામે પથ્થરમારો થતા અનેક લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા.

MP Sardar Patel News: મધ્યપ્રદેશના ઉજ્જૈન (Ujjain) જિલ્લાના માકડોનમાં મહાપુરુષોની મૂર્તિઓ મૂકવાને લઈને વિવાદ થયો હતો, જેના કારણે બે પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ દરમિયાન બુધવાર (24 જાન્યુઆરી)ની રાત્રે સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની (Sardar Vallabhbhai Patel) ની પ્રતિમાને ટ્રેક્ટર દ્વારા નીચે પાડી દેવામાં આવી હતી. કેટલાક લોકો અહીં ડો.ભીમરાવ આંબેડકરની (Dr. Bhimrao Ambedkar) ની પ્રતિમા સ્થાપિત કરવા માંગતા હતા.

આ પણ વાંચો

પ્રતિમા સ્થાપિત કરવાને લઈને બે જૂથમાં વિવાદ

મળતી માહિતી મુજબ, માકડોનના મંડી ગેટ પર પ્રતિમા સ્થાપિત કરવાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસ અધિક્ષક સચિન શર્માએ જણાવ્યું કે, આ મામલે તપાસ ચાલી રહી છે. સ્થળ પર પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સિવાય દોષિતો વિરુદ્ધ FIR નોંધવામાં આવી રહી છે.

ટ્રેક્ટરથી સરદાર પટેલની પ્રતિમા પાડી દેવાઈ

તમને જણાવી દઈએ કે, આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં લોકોનું એક જૂથ ટ્રેક્ટરની મદદથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નીચે પાડતું જોવા મળે છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને બદલે તે જગ્યાએ ડૉ. આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા માંગે છે. બુધવારે મોડી રાત્રે માકડોન બસ સ્ટેન્ડ પાસેની જગ્યા પર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.

માકડોનમાં પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી

અધિક પોલીસ અધિક્ષક (ગ્રામીણ) નીતીશ ભાર્ગવે PTIને ફોન પર જણાવ્યું હતું કે, પ્રતિમા ક્યારે સ્થાપિત કરવામાં આવી હતી તે અંગે તેઓ પૂછપરછ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, તપાસ ચાલી રહી છે ત્યારબાદ એફઆઈઆર નોંધવામાં આવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પથ્થરમારામાં કેટલા લોકો ઘાયલ થયા છે, તો તેમણે કહ્યું કે અત્યાર સુધી અમને કોઈએ તેની જાણ કરી નથી. નીતિશ ભાર્ગવે કહ્યું કે વધારાની પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે. સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. અમે માકડોન વિસ્તારમાં બે સમુદાયના સભ્યો દ્વારા ફેંકવામાં આવેલા પથ્થરોને સ્થળ પરથી હટાવી દીધા છે.

    follow whatsapp