Kolkata Doctor Murder Case: કોલકાતામાં 31 વર્ષની તાલીમાર્થી મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે જાહેરાત કરી કે તે ડોકટરોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવા જઈ રહી છે. કોર્ટની દેખરેખ હેઠળ આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને તેમાં ડોક્ટરોને પણ સામેલ કરવામાં આવશે. CJI DY ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. SCએ આ મામલાની સુઓમોટો સંજ્ઞાન લીધી છે. તે જ સમયે, ડૉક્ટરોના વિરોધને કારણે પશ્ચિમ બંગાળમાં આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ છે. દેશભરમાં ડોક્ટરોના સંગઠનો વિરોધ કરી રહ્યા છે. અહીં બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝ દિલ્હી પહોંચી ગયા છે. તેઓ મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. ત્યાર બાદ તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી શકે છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર ઓળખ છતી કરવા પર કોર્ટ નારાજ
કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે પીડિતાની ઓળખ સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવી છે. તેની ડેડ બોડી બતાવવામાં આવી છે. CJIએ કહ્યું, અમે દરેક જગ્યાએ જોયું કે પીડિતાની ઓળખ બતાવવામાં આવી હતી, જ્યારે આવું ન થવું જોઈતું હતું. કોર્ટે પૂછ્યું કે પ્રિન્સિપાલે શરૂઆતમાં હત્યાને આત્મહત્યા કેમ ગણાવી?
નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવા જઈ રહ્યા છીએ: CJI
સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શું પ્રિન્સિપાલે તેને આત્મહત્યા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે કહ્યું, કે અમે ડોક્ટરોની સુરક્ષાને લઈને ચિંતિત છીએ. કોર્ટે પૂછ્યું કે પીડિતાની ઓળખ કેવી રીતે જાહેર થઈ? 7 હજાર લોકો હોસ્પિટલમાં ઘૂસ્યા ત્યારે પોલીસ ત્યાં શું કરી રહી હતી? ત્યાં એક ખૂબ જ ગંભીર ઘટના બની છે. અમને સીબીઆઈ પાસેથી સ્ટેટસ રિપોર્ટ જોઈએ છે. અમે એક રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ બનાવવા જઈ રહ્યા છીએ. કોર્ટની દેખરેખ હેઠળ ટેસ્ટ ફોર્સની રચના કરવામાં આવશે.
CJI એ સવાલ પૂછ્યા
CJIએ કહ્યું કે, અમે સુઓ મોટો લીધી છે કારણ કે બળાત્કાર-હત્યા સિવાય, તે દેશભરના ડોકટરોની સુરક્ષા વિશે પણ છે. અમે સુરક્ષાને લઈને સુનાવણી કરીશું. અમે ડોકટરોની સુરક્ષાને લઈને ચિંતિત છીએ, ખાસ કરીને મહિલા ડોકટરો અને યુવાન ડોકટરોની. સીજેઆઈએ કહ્યું કે પીડિતાની ઓળખ જાહેર થવાથી અમે ચિંતિત છીએ. પોસ્ટમોર્ટમ બાદ પીડિતા અને તેના શરીરનો ફોટો બતાવવો ચિંતાજનક છે. સોશિયલ મીડિયા પર પીડિતાના ફોટા અને નામના સર્ક્યુલેશનથી અમે ખૂબ જ ચિંતિત છીએ. પીડિતાની ઓળખ દરેક જગ્યાએ જાહેર કરવામાં આવી હતી. જ્યારે આવું ન થવું જોઈતું હતું.
CJI એ ડોક્ટરોને કહ્યું કે અમારા પર વિશ્વાસ કરો
CJIએ કહ્યું કે પોલીસે ક્રાઈમ સીનનું રક્ષણ કેમ ન કર્યું? શા માટે હજારો લોકોને અંદર જવા દેવામાં આવ્યા? પ્રિન્સિપાલને બીજી કોલેજમાં શા માટે જોઈન કરાવવામાં આવ્યા? CJIએ કહ્યું કે, CBIએ ગુરુવાર સુધીમાં આ કેસમાં સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવો જોઈએ. હાલ તપાસ નાજુક તબક્કામાં છે, તેથી સીધો રિપોર્ટ કોર્ટને આપવો જોઈએ. CJI એ ડોક્ટરોને કહ્યું કે અમારા પર વિશ્વાસ કરો. ડોક્ટરોની હડતાળ પર તેમણે કહ્યું કે, આ વાતનો સમજો કે આખા દેશની હેલ્થ કેર સિસ્ટમ તેમની પાસે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ રાષ્ટ્રીય હિતનો મામલો છે
SCએ પૂછ્યું- FIR કોણે અને ક્યારે નોંધાવી? આના પર કોર્ટને કહેવામાં આવ્યું કે તે રાત્રે 11.45 વાગ્યે પહેલી FIR નોંધવામાં આવી હતી. CJIએ કહ્યું કે મૃતદેહ માતા-પિતાને સોંપ્યાના 3 કલાક 30 મિનિટ પછી FIR નોંધવામાં આવી? CJIએ પશ્ચિમ બંગાળ સરકાર અને હોસ્પિટલ પ્રશાસનને ફટકાર લગાવી? કહ્યું, કેમ મોડી FIR નોંધાઈ? હોસ્પિટલ પ્રશાસન શું કરી રહ્યું હતું? CJIએ કહ્યું, અમે ડોક્ટરોને કામ પર પાછા ફરવા વિનંતી કરીએ છીએ. અમે ડોકટરોને અપીલ કરીએ છીએ. અમે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અહીં છીએ. અમે તેને હાઈકોર્ટ પર છોડીશું નહીં. આ એક રાષ્ટ્રીય હિતની બાબત છે. CJIએ કહ્યું કે જ્યારે હત્યા થઈ ત્યારે પીડિતાના માતા-પિતા હાજર ન હતા. એફઆઈઆર નોંધાવવાની જવાબદારી હોસ્પિટલ મેનેજમેન્ટની હતી.
ADVERTISEMENT
