ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકોએ જબરજસ્તી ભારતીય દૂતાવાસ બંધ કર્યું, કોઈને અંદર પ્રવેશવા ન દીધા

Yogesh Gajjar

• 02:05 AM • 16 Mar 2023

બ્રિસ્બેન: ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે દેશમાં ભારત વિરોધી તત્વોને કાબૂમાં રાખવાની ખાતરી આપ્યાના દિવસો બાદ, બ્રિસબેનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને બુધવારે ખાલિસ્તાન સમર્થકો દ્વારા જબરજસ્તી બંધ…

gujarattak
follow google news

બ્રિસ્બેન: ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે દેશમાં ભારત વિરોધી તત્વોને કાબૂમાં રાખવાની ખાતરી આપ્યાના દિવસો બાદ, બ્રિસબેનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને બુધવારે ખાલિસ્તાન સમર્થકો દ્વારા જબરજસ્તી બંધ કરી દેવામાં આવ્યું હતું. ધ ઑસ્ટ્રેલિયા ટુડેના અહેવાલ મુજબ ખાલિસ્તાની સમર્થકો ઝંડા, પોસ્ટર અને બેનર લઈને અહીં પહોંચ્યા. તેમણે કોન્સ્યુલેટમાં પ્રવેશ કરી રહેલા લોકોને અંદર ન જવા દિધા. આ કારણે કોન્સ્યુલેટમાં કામ ન થઈ શક્યું.

આ પણ વાંચો

જરૂરતમંદ લોકો અંદર ન જઈ શક્યા
ઓસ્ટ્રેલિયન અખબારના અહેવાલ મુજબ, ખાલિસ્તાન સમર્થકોએ વાણિજ્ય દૂતાવાસના પ્રવેશદ્વારને બ્લોક કરી દીધો હતો. જેના કારણે અહીં મહત્વનુ કામ કરતા લોકો પણ કોન્સ્યુલેટની અંદર જઈ શક્યા ન હતા. પરવિંદર સિંહ ક્વીન્સલેન્ડનો રહેવાસી છે. કોન્સ્યુલેટમાં કામ હોવાથી તેણે ઓફિસમાંથી રજા લીધી હતી. તેમને તેમના પુત્રનું ઓવરસીઝ ઈન્ડિયન કાર્ડ મેળવવાનું હતું, પરંતુ તેઓ કોન્સ્યુલેટ જઈ શક્યા ન હતા. સિંહે કહ્યું- શું હવે આ ખાલિસ્તાની અમને કહેશે કે ઓસ્ટ્રેલિયામાં કેવી રીતે રહેવું? ક્વીન્સલેન્ડ પોલીસ અને સરકારે આ લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને થોડા દિવસો પહેલા જ અમને આ ખાતરી આપી હતી.

બળપૂર્વક ગેટ બંધ કરી દીધો
બ્રિસ્બેનમાં સારાહ ગેટ્સ હિન્દુ હ્યુમન રાઈટ્સની ડાયરેક્ટર છે. તેમણે કહ્યું- ભારતીય વાણિજ્ય દૂતાવાસ બળપૂર્વક બંધ કરવામાં આવ્યું હતું. અહીં શીખ ફોર જસ્ટિસના ખાલિસ્તાન સમર્થકો પ્રોપગેંડા ચલાવી રહ્યા છે.

અગાઉ હિન્દુ મંદિરોમાં હુમલો કર્યો હતો
ગયા મહિને, વિદેશમંત્રી એસ જયશંકરની ઓસ્ટ્રેલિયાની મુલાકાતના થોડા દિવસો બાદ, બ્રિસ્બેનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ખાલિસ્તાની ધ્વજ જોવા મળ્યા હતા. 2023 ની શરૂઆતથી, ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરોમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર અને દિવાલો પર સૂત્રો લખવામાં તથા ખાલિસ્તાની તત્વો દ્વારા તોડફોડના હુમલાઓમાં વધારો જોવા મળ્યો છે.

    follow whatsapp