IPLની શરૂઆતમાં જ Gujarat Titansને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થયો

Yogesh Gajjar

• 08:28 AM • 01 Apr 2023

PL 2023: હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સિઝનમાં મોટો આંચકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ઘૂંટણની ઈજાને કારણે…

gujarattak
follow google news

PL 2023: હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સિઝનમાં મોટો આંચકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ઘૂંટણની ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. ખરેખર, IPLની શરૂઆત શુક્રવારે (31 માર્ચ) ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે થઈ હતી. આ પછી, સિઝનની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું હતું. કેન વિલિયમસન આ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

આ પણ વાંચો

2 કરોડમાં ખરીદાયેલો વિલિયમ્સન ટૂર્નામેન્ટમાંથી બહાર
તમને જણાવી દઈએ કે ગુજરાત ફ્રેન્ચાઈઝીએ વિલિયમસનને 2023ની મિની-ઓક્શનમાં 2 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. વિલિયમસન કેચ પકડવાના પ્રયાસમાં ઘાયલ થયો હતો. આ ઘટના ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગ દરમિયાન 13મી ઓવરમાં બની હતી. મેચમાં આ ઓવરમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડે એરિયલ શોટ રમ્યો હતો, જેના પર વિલિયમસને કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો. બાઉન્ડ્રી પર હવામાં કૂદકો મારવા છતાં વિલિયમસન કેચ તો ના લઈ શક્યો, પરંતુ ટીમ માટે અમુક રન ચોક્કસ બચાવ્યા.

બેટિંગ કરવા વિલિયમ્સના સ્થાને સાંઈ સુદર્શન આવ્યો
પરંતુ આ દરમિયાન વિલિયમસનને તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેને તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની જગ્યાએ સાંઈ સુદર્શનને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. સુદર્શન પણ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરતો હતો. હવે આ ઈજાને કારણે વિલિયમસન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

આ રીતે ગુજરાતે 5 વિકેટથી મેચ જીતી
મેચમાં ચેન્નઈની ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 178 રન બનાવ્યા હતા. ઓપનર ઋતુરાજ ગાયકવાડે 50 બોલમાં 92 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં તેણે 9 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. જ્યારે મોઈન અલીએ 23 અને શિવમ દુબેએ 19 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી રાશિદ ખાન, અલઝારી જોસેફ અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ ઝડપી હતી.

179 રનના ટાર્ગેટના જવાબમાં ગુજરાતની ટીમે ચાર બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. શુભમન ગિલે સૌથી વધુ 63 રન બનાવ્યા હતા. તે જ સમયે, વિજય શંકરે 27 અને રિદ્ધિમાન સાહાએ 25 રન બનાવ્યા હતા. રશીદ ખાન પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

 

    follow whatsapp