Japan Earthquake: માંડ માંડ બચ્યો જુનિયર NTR નો જીવ, જાપાની નાગરિકો માટે કરી પ્રાર્થના

Krutarth

• 01:36 PM • 02 Jan 2024

નવી દિલ્હી : જાપાનમાં ભૂકંપના ઝટકાઓના કારણે તબાહી મચી ચુકી છે. જાપાનમાં ભૂકંપના ઝટકાઓના કારણે આખા દેશમાં જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા…

Junior NTR

Junior NTR

follow google news

નવી દિલ્હી : જાપાનમાં ભૂકંપના ઝટકાઓના કારણે તબાહી મચી ચુકી છે. જાપાનમાં ભૂકંપના ઝટકાઓના કારણે આખા દેશમાં જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જો કે આ અંગે વાત કરતા જુનિયર NTR એ ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો

Japan Earthquake: 1 જાન્યુઆરી સમગ્ર વિશ્વ નવા વર્ષની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે જાપામાં 7 થી પણ વધારેની તિવ્રતાના ભૂકંપના અનેક ઝટકાઓ અનુભવાતા તબાહી મચી ગઇ હતી. તે સમયે જાપાન હાઇ એલર્ટ પર છે. બીજી તરફ પોતાના પરિવાર સાથે રજાઓ ગાળવા માટે સાઉથ સુપર સ્ટાર જુનિયર એનજીઆર જાપાનમાં છે. આ ભૂકંપમાં તેનો માંડ-માંડ બચાવ થયો છે. એક્ટર પોતાના પરિવાર સાથે ન માત્ર સલામત છે પરંતુ તે ભારત પરત પણ ફરી ચુક્યા છે.

Back home today from Japan and deeply shocked by the earthquakes hitting. Spent the entire last week there, and my heart goes out to everyone affected.
Grateful for the resilience of the people and hoping for a swift recovery. Stay strong, Japan 🇯🇵

— Jr NTR (@tarak9999) January 1, 2024

જાપાનમાં ભૂકંપમાં માંડ માંડ બચ્યો જુનિયર NTR નો જીવ

આ અંગે માહિતી આપતા એનટીઆરે સોશિયલ મીડિયા પર આપી હતી. એક્ટરે પોતાના ટ્વીટર પર આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, તે પોતાના પરિવાર સાથે જાપાનમાં રજાઓ ગાળવા માટે ગયા હતા. ગત્ત ઘણા દિવસોથી તેઓ જાપાનમાં હતા. તેઓ ભારત આવવા રવાના થયાને કલાક જેટલો સમય થયો હશે અને ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

પરિવાર સાથે રજાઓ ગાળવા ગયા હતા સુપર સ્ટાર

અભિનેતાએ જાપાનમાં થયેલી આ તબાહી અંગે અફસોસ વ્યક્ત કરતા દેશ ઝડપથી બેઠો થાય તેવી પ્રાર્થના કરી હતી. એક્ટરે પોતાના ટ્વીટમાં લખ્યું કે, હું આજે જાપાનથી ઘરે પરત આવ્યો અને ભૂકંપના ઝટકાના સમાચારથી ઉંડો આઘાત લાગ્યો છે. મે ગત્ત આખુ અઠવાડીયું ત્યાં વિતાવ્યું. તમામ નાગરિકો સાથે મારી સંવેદના છે. જે લોકો આ દુર્ઘટનામાંથી બચવામાં સફળ રહ્યા તેના માટે હું ખુશ છું અને ઝડપથી રિકવરીની આશા વ્યક્ત કરૂ છું. મજબુત રહો જાપાન.

    follow whatsapp