જન ઔષધિ કેન્દ્ર: 5000 રૂપિયામાં ખોલો પોતાનો મેડિકલ સ્ટોર, મોદી સરકાર આપશે લાખો રૂપિયાની સહાય

નવી દિલ્હી : જો તમે ખુબ જ ઓછા રોકાણમાં પોતાનો ધંધો શરૂ કરવા માટેનું આયોજન કરી રહ્યા છો તો કેન્દ્ર સરકાર તમારા માટે એક ખુબ…

Own Medical Store Jan aushdhi kendra

Own Medical Store Jan aushdhi kendra

follow google news

નવી દિલ્હી : જો તમે ખુબ જ ઓછા રોકાણમાં પોતાનો ધંધો શરૂ કરવા માટેનું આયોજન કરી રહ્યા છો તો કેન્દ્ર સરકાર તમારા માટે એક ખુબ જ સારી તક લઇને આવી છે. જેના દ્વારા આપ ખુબ જ ઓછા રોકાણમાં તમારી આવક શરૂ કરી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ વડાપ્રધાન જન ઔષધી કેનદ્રની. જેની સંખ્યા દેશમાં સતત વધી રહી છે. જે તમારા માટે પણ કમાણીની એક સારી તક સાબિત થઇ શકે છે. સરકારનો ઉદ્દેશ્ય કેન્દ્રો દ્વારા લોકોને સસ્તી કિંમતમાં દવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

અત્યાર સુધીમાં દેશમાં 9400 રૂપિયા કરતા વધારે વડાપ્રધાન જનઔષધિ કેન્દ્ર ખુલી ચુક્યા છે. સરકાર તરફથી તેની સંખ્યા વધારવા પર જોર અપાઇ રહ્યું છે. કેન્દ્ર સરકારે દેશમાં 2000અને જન ઔષધિ કેન્દ્ર ખોલવાનેમંજૂરી આપી છે. તેમાંથી ઓગસ્ટ 2023 સુધીમાં 1000 કેન્દ્ર ખોલવામાં આવશે. જ્યારે બાકી રહેલા 1000 સેન્ટર વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર 2023 સુધીમાં ખોલવામાં આવશે. આ ઔષધી કેન્દ્રોમાં 1800 પ્રકારની દવાઓ અને 285 પ્રકારના મેડિકલ ડિવાઇસ રાખવામાં આવે છે. સૌથી ખાસ વાત છે કે, બ્રાંડેડ દવાની તુલનામાં જન ઔષધિ કેન્દ્ર પર 50 થી 90 ટકા ઓછી કિંમતે દવાઓ મળે છે.

પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે તમારે એક અરજી કરવી પડશે. જેની કિંમત 5000 રૂપિયા છે. અહીં ધ્યાન રાખવું કે આ કેન્દ્રને ખોલવા માટે આવેદકની પાસે ડી.ફાર્મા અથવા બી.ફાર્માનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. તે ઉપરાંત તમારી પાસે સેન્ટર ખોલવા માટે પુરતું સ્થાન પણ હોવું જોઇએ. જેનો એરિયા આશરે 120 વર્ગફુટ નક્કી કરવામાં આવશે. આવેદનની પ્રક્રિયા દરમિયાન ખાસ શ્રેણી અને ખાસ ક્ષેત્રના આવેદનકર્તાઓને શુલ્કમાં છુટછાટનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.

સરકાર આપે છે આર્થિક સહયોગ
વડાપ્રધાન જન ઔષધિ કેન્દ્ર ખોલ્યા બાદ સરકાર દ્વારા આર્થિક મદદ પ્રોત્સાહન રક તરીકે આપવામાં આવે છે. કેન્દ્રમાં પાંચ લાખ રૂપિયા સુધીની દવાઓ માસિક ખરીદી કરવા પર 15 ટકા અથવા મહત્તમ 15000 રૂપિયા પ્રતિમાસ સુધીનું પ્રોત્સાહન આપવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. ખાસ શ્રેણી અથવા ક્ષેત્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ માટે પ્રતિપુર્તિ તરીકે સરકાર તરફથી બે લાખ રૂપિયાની એક રકમ વધારે પ્રોત્સાહન રકમ તરીકે આપવામાં આવે છે.

આવેદન માટે જરૂરી દસ્તાવેજ
– આધારકાર્ડ
– પૈનકાર્ડ
– મોબાઇલ નંબર
– રહેણાંકનો પુરાવો

અરજી કરવા માટેની આ રહી પ્રક્રિયા
અધિકારીક વેબસાઇટ https://janaushadhi.gov.in/ પર જાઓ
હોમ પેજ પર મેનુમાં APPLY FOR KENDRA ના ઓપ્શન પર ક્લિક કરો
નવા પેજ પર CLICK HERE TO APPLY ઓપ્શન પર ક્લિક કરો
હવે SIGN IN ફોર્મ ખુલશે. જેની નીચે REGISTER NOW વિકલ્પ પસંદ કરો
એવું કરવાથી તમારી સ્ક્રીન પર રજિસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે. જેમાં માંગેલી માહિતી ભરો
ત્યાર બાદ ડપ બોક્સમાં રાજ્ય સિલેક્ટ કરો અને આઇડી પાસવર્ડ સેક્શનમાં કન્ફર્મ પાસવર્ડ નાખો
ત્યાર બાદ ટર્મ્સ એન્ડ કંડીશન પર ટિક કરીને સબમિટ ઓપ્શન પર ક્લિક કરો
હવે તમારૂ પીએમ જન ઔષધી કેન્દ્ર માટે ઓનલાઇન પ્રોસેસ પુર્ણ થઇ જશે.

    follow whatsapp