Jammu Kashmir: શોપિયામાં આતંકવાદી હુમલો, ત્રણ બિન કાશ્મીરી શ્રમજીવીઓને ગોળી મારી

Krutarth

13 Jul 2023 (अपडेटेड: Jul 13 2023 5:09 PM)

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં એકવાર ફરીથી આતંકવાદીઓએ સામાન્ય લોકોને નિશાન બનાવ્યા છે. અધિકારીઓના અનુસાર શોપિયા જિલ્લાના ગંગરાનમાં ગુરૂવારે રાત્રે આતંકવાદીઓએ ત્રણ બિન કાશ્મીરી શ્રમજીવીઓને ગોળી…

Attack in Shopia

Attack in Shopia

follow google news

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં એકવાર ફરીથી આતંકવાદીઓએ સામાન્ય લોકોને નિશાન બનાવ્યા છે. અધિકારીઓના અનુસાર શોપિયા જિલ્લાના ગંગરાનમાં ગુરૂવારે રાત્રે આતંકવાદીઓએ ત્રણ બિન કાશ્મીરી શ્રમજીવીઓને ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ તત્કાલ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો

બીજી તરફ પોલીસ અને સેનાના જવાનોએ શોપિયાના ગગરાનની ઘેરાબંધી કરી દીધી હતી. સુરક્ષાદળ આતંકવાદીઓને શોધવાના પ્રયાસો કરી રહ્યા છે. કાશ્મીર ઝોનના પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું કે, ગોળી લાગવાથી ઘાયલ થનારા મજુરોની ઓળખ બિહારના સુપૌલ જિલ્લાના અનમોલકુમાર, હિરાલાલ યાદવ અને પિંટુ કુમાર ઠાકુર તરીકે થઇ છે.

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સતત હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને સેનાએ ઠાર માર્યો હતો. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટિનેંટ કર્નલ સુનીલ બર્તવાલે જણાવ્યું કે, જવાનોએ સોમવારે રાત્રે નૌશેરા સેક્ટરમાં એલઓસી નજીક આતંકવાદીઓની શંકાસ્પદ ગતિવિધિની માહિતી મેળવી. તેમણે જણાવ્યું કે, ઘુસણખોરોની ગતિવિધિ પર સતત નજર રાખી રહ્યા અને જ્યારે તેઓ સુરક્ષા માટે લગાવાયેલી વાડની નજીક પહોંચ્યા તો તેમને લલકારવામાં આવ્યા અને ગોળીબાર કરવામાં આવ્યો.

તેમણે જણાવ્યું કે, ઘટના સ્થળેથી એક એકે 47 રાઇફલ, 175 ગોળીઓની સાથે એક મેગ્ઝીન, 9 એમએમની એક પિસ્તોલ, 15 ગોળીઓ સાથે બે મેગેઝીન, ચાર હાથગોળા, સંચાર ઉપકરણ અને મોટા પ્રમાણમાં ખાદ્ય સામગ્રી અને કપડા મળ્યા છે.

    follow whatsapp