નવી દિલ્હી : ભાજપ સાંસદ રમેશ બિધુડીએ સંસદમાં ચાલી રહેલી એક ચર્ચા દરમિયાન બસપા સાંસદ કુંવર દાનિશ અલી વિરુદ્ધ વિવાદાસ્પદ ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન સંસદમાં તેમની બાજુમાં બેઠેલા ભાજપના વરિષ્ઠ નેતા હર્ષવર્ધનને હસતા જોવા મળ્યા હતા, ત્યાર બાદ તેમણે ટિકાનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
અપશબ્દો બોલનારને શિરપાવ આપવામાં આવ્યો?
લોકસભામાં બહુજન સમાજ પાર્ટીના સાંસદ દાનિશ અલીને અપશબ્દ કહેનારા ભાજપ સાંસદ રમેશ બિધૂડીને ભાજપ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. બિધૂડીને રાજસ્થાનના ટોંક જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ નિર્ણય તે અટકળો વચ્ચે આવ્યો છે જેમાં ક્યાસ લગાવાઇ રહ્યો છે કે, કોંગ્રેસ નેતા સચિન પાયલટ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ટોંક ચૂંટણી વિસ્તારમાંથી ચૂંટણી લડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટોકને સચિન પાયલોટનો ગઢ કહેવામાં આવે છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી આ વર્ષે નવેમ્બરમાં થઇ શકે છે.
પાર્ટીએ સચિન પાયલોટની વિધાનસભા સીટની જવાબદારી સોંપી
પાર્ટી તરફથી બિધુડીને મોટી જવાબદારી મળ્યા બાદ એક્શનમાં જોવા મળ્યા હતા. તેમણે જયપુરના ટોંકની સમન્વય બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીની સાથે બેઠક કરી. આ બેઠક દરમિયાન બિધૂડીએ સંગઠનાત્મક કાર્યો અને ચુંટણીની તૈયારીઓ સાથે સેવા સપ્તાહના કાર્યક્રમની પણ માહિતી લીધી હતી.
શું થયું હતું?
ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ લોકસભામાં ચંદ્રયાન-3 ની ચર્ચા દરમિયાન બસપા સાંસદ કુંવર દાનિશ અલીની વિરુદ્ધ વિવાદાસ્પદ શબ્દોનો પ્રયોગ કર્યો હતો. વિવાદ વધવા અંગે ભાજપે બિધૂડીને કારણ દર્શક નોટિસ ઇશ્યું કરીને તેમની પાસે જવાબ માંગ્યો છે કે આખરે તેમની વિરુદ્ધ પાર્ટી કાર્યવાહી કેમ ન કરે? તેમને પાર્ટી અનુશાસન સમિતીને 15 દિવસમાં નોટિસનો જવાબ આપવો પડશે.
બિધૂડીનું સભ્યપદ રદ્દ કરવાની માંગ વચ્ચે મોટી જવાબદારી
સુત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે, દાનિશ અલીએ લોકસભા સ્પીકરને પત્ર લખીને બિધૂડીનું સભ્યપદ રદ્દ કરવાની માંગ કરી છે. કોંગ્રેસે માંગ કરી છે કે બિધૂડી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. સુત્રો અનુસાર બિધૂડી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વાત કરી હતી. રમેશ બિધૂડીના મામલે મોટી ગંભીરતાથી લેતા સ્પીકરે નારાજગી વ્યક્ત કરતા બિધૂડીને ચેતવણી પણ આપી હતી ભાષાની મર્યાદાને ધ્યાનમાં રાખે. બિધૂડીને આ નિવેદનની તમામ વિપક્ષી દળોની ટીકા કરી હતી.
ADVERTISEMENT
