Railway New Rule Fact Check : ભારતીય રેલવે હંમેશા સમાચારોમાં રહે છે. ક્યારેક દુર્ઘટનાને લઈને તો ક્યારેક નિયમોને લઈને. આ સિવાય રેલવે પોતાના બુકિંગને લઈને પણ ચર્ચામાં રહે છે, કારણ કે લોકોની હંમેશાથી ફરિયાદ રહી છે કે તેમને કન્ફર્મ ટિકિટ નથી મળી શક્તિ. હવે થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરાઈ રહ્યો છે કે જો તમારી પાસે વેઈટિંગ ટિકિટ છે તો તમે રેલવેમાં મુસાફરી નહીં કરી શકો. ત્યારે આ દાવો અડધો સાચો છે. જાણો વિગતવાર...
ADVERTISEMENT
વાયરલ થઈ રહેલા દાવામાં શું કહેવાયું છે?
"સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં દાવો કરાઈ રહ્યો છે કે હવે ટ્રેનમાં માત્ર કન્ફર્મ ટિકિટની સાથે જ મુસાફરી કરી શકશો." "વેઈટિંગ ટિકિટ બંધ થયા બાદ સ્લીપર ખાલી થઈ ગયું પરંતુ જનરલની સ્થિતિ બગડી ગઈ. શું વેઈટિંગ બંધ કરીને રેલવેએ યોગ્ય કર્યું.?" એક યૂઝરે લખ્યું કે, "વેઈટિંગ ટિકિટ મુસાફરી બંધ થયા બાદ ખાલી દેખાવા લાગી ટ્રેન. તમે આ નિર્ણયથી ખુશ છો? પરંતુ આ માત્ર 10 ટકા ટ્રેનમાં લાગૂ થયું છે."
રેલવેએ શું કરી સ્પષ્ટતા ?
રેલવેએ જણાવ્યું કે, "સોશિયલ મીડિયા પર અફવા ચાલી રહી છે કે રેલવે નવા નિયમ અનુસાર, હવે વેઈટિંગ લિસ્ટ વાળા પેસેન્જર ટ્રેનમાં મુસાફરી નહીં કરી શકે." "આ દાવો ખોટો છે. આ નિયમ પહેલાથી લાગૂ છે."
કાઉન્ટર વેઈટલિસ્ટ ટિકિટ અને ઈ-ટિકિટને લઈને શું છે નિયમ?
- મુસાફર કાઉન્ટર વેઇટલિસ્ટ ટિકિટ લઈને જનરલ કોચમાં જ મુસાફરી કરી શકે છે, રિઝર્વ્ડ કોચમાં મુસાફરી કરી શકાશે નહીં.
- રેલવેના 2010ના સર્ક્યુલરના અનુસાર, રિઝર્વ્ડ-AC કોચમાં માત્ર કન્ફર્મ અને આંશિક રીતે કન્ફર્મ સીટ (RAC) વાળા વ્યક્તિ જ મુસાફરી કરી શકે છે.
- ઈ-ટિકિટના કેસમાં વેઈટિંગ લિસ્ટ વાળા પેસેન્જરની ટિકિટ ઓટોમેટિક કેન્સલ થઈ જાય છે.
આ નિયમ પહેલાથી લાગૂ છે : રેલવે
આ દાવો ખોટો છો. આ અફવા પર વિશ્વાસ ન કરો. આ નિયમ પહેલાથી ભારતીય રેલવેમાં લાગૂ છે. આ નિયમમાં કોઈ ફેરફાર કરાયો નથી, માત્ર થોડી કડકાઈ કરવામાં આવી રહી છે, કારણ કે રિઝર્વ્ડ કોચમાં વેઈટિંગ વાળાની સંખ્યા હદથી વધુ થઈ જાય છે. સમય સમય પર ભારતીય રેલવે દ્વારા આવા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.
વેઈટિંગ ટિકિટ પર રિઝર્વ્ડ કોચમાં મુસાફરી નથી કરી શકાતી : રેલવે
લોકોમાં એક માનસિકતા બની ગઈ છે કે, કાઉન્ટરથી વેઈટિંગ ટિકિટ લઈને રિઝર્વ્ડ કેચમાં મુસાફરી કરી શકાય છે, જ્યારે હકિકતમાં એવું નથી. જો તમે એવું કરતા પકડાઓ છો તો તમારા પર મુસાફરી કરાયેલ અંતરના ભાડાની સાથે ઓછામાં ઓછો 440 રૂપિયાનો દંડ થઈ શકે છે.
આમ, કહીએ તો તમે સ્લીપર અને એસી કોચમાં ત્યારે જ મુસાફરી કરી શકો જ્યારે તમારી પાસે કન્ફર્મ ટિકિટ હોય, નહીતર તમારે જનરલ કોચમાં મુસાફરી કરવી પડશે. જો તમે કાઉન્ટર વેઈટિંગ ટિકિટની સાથે સ્લીપર કે એસી કોચમાં પકડાય છે તો ટીટીઈ તમને ટ્રેનથી ઉતારી શકે છે અથવા ફરી જનરલ કોચમાં મોકલી શકે છે.
ADVERTISEMENT
