IND vs AUS 2nd ODI Live Score: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતનો ઐતિહાસિક સ્કોર

Krutarth

• 01:20 PM • 24 Sep 2023

IND vs AUS 2nd ODI Live Score: ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરીઝની બીજી મેચ ઇંદોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ હારીને પહેલા…

India-Australia Score card

India-Australia Score card

follow google news

IND vs AUS 2nd ODI Live Score: ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરીઝની બીજી મેચ ઇંદોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટ પર 399 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

આ પણ વાંચો

IND vs AUS 2nd ODI Live Score

ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ વન-ડે ક્રિકેટમાં ભારતીય ટીમનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલી ટીમે નવેમ્બર 2013 માં બેંગ્લુરૂ વનડેમાં 6 વિકેટ પર 283 રન બનાવ્યા હતા. ઇંદોર વનડેમાં ભારતીય ટીમ તરફથી 2 સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે 105 રન અને શુભમન ગીલે 104 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

ભારતીય ટીમે 399 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો

આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે અણનમ 72 રન ફટકાર્યા હતા. જ્યારે કેપ્ટન કે.એલ રાહુલે 52 રનની રમત કરી હતી. ઓસ્ટ્રેલિયા માટે ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર કેમરન ગ્રીને 2 વિકેટ ઝડપી હતી. મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટ પર 399 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમની તરફથી 2 સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે 105 રન અને શુભમન ગિલે 104 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

સૂર્યકુમાર યાદવે અણનમ 72 રન ફટકાર્યા હતા

સૂર્યકુમાર યાદવે અણનમ 72 રન બનાવ્યા. જ્યારે કેપ્ટન કે.એલ રાહુલે અણનમ 52 રનની રમત રમી હતી. ઓસ્ટ્રેલિયા માટે ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર કેમરન ગ્રીને 2 વિકેટ ઝડપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન ડે ક્રિકેટમાં ભારતીય ટીમનો અત્યાર સુધીનો આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા ટીમે નવેમ્બર 2013 માં બેંગ્લુરૂ વન ડેમાં 6 વિકેટના નુકસાને 283 રન બનાવ્યા હતા.

સૂર્યકુમાર યાદવે તાબડતોડ અંદાજમાં પોતાની અડધી સદી ફટકારી હતી. તેમના વન ડે કરિયરમાં ચોથી અરધી સદી રહી. જ્યારે તેમણે સતત બીજી વન ડે અર્ધીસદી ફટકારી હતી. ભારતીય ટીમે 355 રનો પર 5 મી મોટી વિકેટ ગુમાવી દીધી છે. કેપ્ટન કે.એલ રાહુલ 52 રનની અર્ધશતકીય રમીને આઉટ થયા. તેમને કેમરન ગ્રને કેચ આઉટ કર્યો હતો. ભારતનો સ્કોર 355-5 હતો.

    follow whatsapp