Pakistan: 10 વર્ષ અને 14 વર્ષની જેલ… ઈમરાન ખાનને 2 દિવસમાં બે વાર સજા

malay kotecha

31 Jan 2024 (अपडेटेड: Jan 31 2024 9:37 AM)

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી ‘તોશાખાના’ કેસમાં 14 વર્ષની જેલની સજા ચૂંટણીના 8 દિવસ પહેલા કોર્ટે સંભળાવી સજા Imran Khan, Pakistan Latest Update News:…

gujarattak
follow google news
  • પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી
  • ‘તોશાખાના’ કેસમાં 14 વર્ષની જેલની સજા
  • ચૂંટણીના 8 દિવસ પહેલા કોર્ટે સંભળાવી સજા

Imran Khan, Pakistan Latest Update News: પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ઈમરાન ખાન (Imran Khan)ની મુશ્કેલીઓ વધી છે. ઈમરાન ખાન અને તેમના પત્ની બુશરા બીબીને ‘તોશાખાના’ કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીના 8 દિવસ પહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને બીજી વખત સજા સંભળાવવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ગઈકાલે ઈમરાન ખાનને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. એટલે કે બે દિવસમાં તેમને બે વખત સજા સંભળાવવામાં આવી છે.

આ પણ વાંચો

ઈમરાન ખાન અને તેમની પત્નીને 14 વર્ષની સજા

પાકિસ્તાનના સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સંસ્થાપક ઈમરાન ખાન (Imran Khan) અને તેમની પત્ની બુશરા બીબી (Bushra Bibi)ને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય બંને આગામી 10 વર્ષ સુધી કોઈ પણ જાહેર પદ પર નહીં રહી શકે. બંનેને 787 મિલિયન પાકિસ્તાની રૂપિયા (23 કરોડ ભારતીય રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગઈકાલે ફટકારવામાં આવી હતી 10 વર્ષની સજા

આપને જણાવી દઈએ કે, ગઈકાલે 30 જાન્યુઆરીએ પાકિસ્તાનની એક વિશેષ અદાલતે ઈમરાન ખાન અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી (Shah Mahmood Qureshi)ને 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી. તે સજા ‘સાયફર કેસ’ સાથે સંબંધિત હતી, જેમાં ઈમરાન ખાન પર રાજદ્વારી દસ્તાવેજો સાથે ચેડા કરવાનો આરોપ હતો.

8 ફેબ્રુઆરીથી યોજવા જઈ રહી છે ચૂંટણી

એક અઠવાડિયા પછી 8 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) આ ચૂંટણી લડી રહી છે. આવા સમયે કોર્ટના આવા બે નિર્ણયો પાર્ટી અને ઈમરાન ખાન માટે મોટો ફટકો છે.

    follow whatsapp