નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી, કલમ 35Aની જોગવાઈઓ પણ નાબૂદ કરવામાં આવી હતી, જેના કારણે રાજ્યને મળતો વિશેષ દરજ્જો સમાપ્ત થઈ ગયો હતો. કલમ 35Aથી જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં બહારના લોકોને જમ્મુ અને કાશ્મીરમાં જમીન ખરીડી શકતા ન હતા . આ દરમિયાન કાયદો સમાપ્ત થતાંની સાથે જ જમ્મુ અને કાશ્મીર 185 બહારના લોકોએ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં જમીન ખરીદી છે.
ADVERTISEMENT
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 2020, 2021 અને 2022માં 185 બહારના લોકોએ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં જમીન ખરીદી છે. ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં લદ્દાખમાં કોઈ બહારની વ્યક્તિએ જમીન ખરીદી નથી.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ ગૃહને એ પણ જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં 1559 ભારતીય કંપનીઓ અને બહુરાષ્ટ્રીય કંપનીઓએ જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ કર્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ ‘ભારતમાં અપરાધ’ શીર્ષક હેઠળના તેના અહેવાલમાં જણાવ્યું છે કે આઈપીસી અને વિશેષ અને સ્થાનિક કાયદાઓ અનુસાર, સગીર વિરુદ્ધ નોંધાયેલા કેસોમાં ઘટાડો થયો છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે વર્ષ 2019માં સગીરો સામે 32,269 કેસ નોંધાયા છે. ત્યારે 2020 માં 29,768 અને 2021 માં 31,170 કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે ડેટા દર્શાવે છે કે 2019ની સરખામણીમાં તેમાં ઘટાડો થયો છે.
એમાર ગ્રુપે 250 કરોડનું રોકાણ કર્યું
5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ પછી જમ્મુ-કાશ્મીરમાં વિદેશી રોકાણનો માર્ગ ખુલ્યો છે. ગયા મહિને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ 250 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા મોલનો શિલાન્યાસ કર્યો હતો. રાજધાની શ્રીનગરના સેમ્પોરા વિસ્તારમાં યુએઈ સ્થિત એમાર ગ્રુપ દ્વારા આ મોલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગ્રુપ જમ્મુ અને શ્રીનગરમાં પણ આઈટી ટાવર સ્થાપશે.
પહેલા શું કાયદો હતો?
વર્ષ 2019માં ઓગસ્ટમાં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 અને 35-A હટાવ્યા પહેલા કઈક અલગ જ કાયદો હતો. જેમાં જે વ્યક્તિ જમ્મુ અને કાશ્મીરનો રહેવાસી ન હોય તે જમ્મુ અને કાશ્મીરમાં સ્થાવર મિલકત ખરીદી શકતો ન હતો. ત્યારે આ કાયદો દૂર થતાંની સાથે જ છેલ્લા 3 વર્ષમાં 185 લોકોએ અહી જમીન ખરીદી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
