નાગપુર: જમ્મુ-કાશ્મીરમાંથી મહાઠગ કિરણ પટેલ પકડાયા બાદ હવે એક બાદ એક ઠગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્યો પાસેથી પૈસાની માગણી કરતા એક ગુજરાતીની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુવક ભાજપના અધ્યક્ષ જે.પી નડ્ડાનો પર્સનલ આસિસ્ટન્ટ હોવાનું કહીને એકનાથ શિંદે સરકારમાં મંત્રી પદ અપાવવાનું કહીને પૈસાની માગણી કરી રહ્યો હતો.
ADVERTISEMENT
ગોવા-નાગાલેન્ડના ધારાસભ્યોને પણ ફોન કર્યો હતો
આ સંબંધમાં એક અધિકારી જણાવ્યું કે, મંગળવારે અમદાવાદમાંથી નીરજસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. નીરજસિંહ મૂળ મોરબીનો નિવાસી છે અને પોતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી નડ્ડાનો પર્સનલ આસિસ્ટ હોવાનો દાવો કરે છે. અધિકારીએ જણાવ્યું કે, આરોપીએ મહારાષ્ટ્રના ચાર ધારાસભ્યોની સાથે નાગાલેન્ડ અને ગોવાના પણ એક-એક ધારાસભ્યને કથિત રીતે ફોન કર્યો છે.
ધારાસભ્યએ પોલીસમાં ફરિયાદ કરતા સામે આવ્યો મામલો
મધ્ય નાગપુર મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય વિકાસ કુંભારેએ કથિત રીતે તેમનો સંપર્ક કરાયા બાદ ફરિયાદ નોંધાવી હતી. અધિકારીએ કહ્યું કે, MLA વિકાસ કુંભરેએ નીરજ રાઠોડને કોઈ પૈસા આપ્યા નથી, પરંતુ અન્ય કેટલાક ધારાસભ્યોએ તેને પરોક્ષ રીતે પૈસા આપ્યા છે. નીરજસિંહ વિરુદ્ધ IPCની કલમ 420 હેઠળ છેતરપિંડીના આરોપમાં પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. આ મામલામાં હાલમાં વધુ તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
